નર્મદા જિલ્લામાં ૩૪૦૦ જેટલા કોરોના વોરિયર્સ ને સાંસદ ના હસ્તે કિટ્સ નું વિતરણ કરી અભિવાદન કરાયું

0
34
નર્મદા જિલ્લામાં ૩૪૦૦ જેટલા કોરોના વોરિયર્સ ને સાંસદ ના હસ્તે કિટ્સ નું વિતરણ કરી અભિવાદન કરાયું

રાજપીપલા : જુનેદ ખત્રી

“કોરોના સેવાયજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન- ગાંધીનગર તરફથી “યુવા અનસ્ટોપેબલ” નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજ-વસ્તુઓની રાશનકિટ વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા ના હસ્તે આ કિટ્સનું વિતરણ સાથે અભિવાદન કરાયું હતું.

નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિતના તમામ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર (વાજબી ભાવની દુકાન)ના સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલા લાભાર્થીઓ માટે ફાળવાયેલી આ રાશનકિટ્સના જિલ્લાકક્ષાએ વિતરણની સાથોસાથ જિલ્લાના જે તે તાલુકાઓ અને વિસ્તાર માટે નિમાયેલા સંબંધિત નોડલ અધિકારીઓ અને તેમના વિસ્તારના લાભાર્થી કોરોના વોરીયર્સની સંખ્યા મુજબની કિટ્સનો જથ્થો રાજપીપલા ખાતેથી રવાના કરાયો છે અને તેમના મારફત આ કિટ્સ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.

આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આવા કાર્યો થકી આ પ્રકારની કામગીરી કરનારને પ્રોત્સાહન મળતું હોઇ, તે ખરેખર આવકારદાયક છે. ભૂતકાળમાં કે વર્તમાનમાં કોરોનાને હરાવવા આપણે કરેલી સફળ કામગીરી આવનારા દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખીશું તેમ જણાવી હજી પણ આગામી દિવસોમાં કોરોના વોરિયર્સનું આ રીતે યોગદાન મળતું રહેશે, તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here