નેત્રંગ પોલીસ દ્વારા તાલુકામાં અકસ્માત ના બનાવો અટકાવવા માટે લુપીન ફાઉન્ડેશન ના સહયોગથી ૧૪ જગ્યા ઓ પર સાઇન બોડઁ લગાવવામાં આવ્યા

0
49 

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ તાલુકા ના વિવિધ રોડ રસ્તા ઓ પર અકસ્માત ના બનાવો અટકાવવા માટે નેત્રંગ પોલીસ દ્વારા એક ફાઉન્ડેશન ના સહયોગ થી સાઇન બોડઁ લગાવવામાં મા આવતા વાહન ચાલકો થી લઇને રાહદારીયોઓ મા આનંદ ની લાગણી ફરી વળી છે.

તો બીજી તરફ ચારે તરફ ના વાહનો થી ધમધમતા નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાં આડેધડ ઉભા રહેતા વાહનો તેમજ ચારે તરફ રોડ ટચ બે રોકટોક થઇ રહેલા દબાણો થી મુખ્ય ચાર રસ્તા વિસ્તારમાં જ કોઇક મોટો અકસ્માત થશે ત્યારે જવાબદારી કોની રહેશે ??? તેવું પ્રજા મા ચઁચા ઇ રહયુ છે.
નેત્રંગ તાલુકા પોલીસ મથક ની હદ વિસ્તાર માથી અંબાજી થી ઉમરગામ ને જોડતો નેશનલ હાઇવે પસાર થાય છે. નેત્રંગ થી મહારાષ્ટ્ર ને જોડતો નેશનલ હાઇવે પસાર થાય છે. નેત્રંગ થી અંકલેશ્વર ને જોડતો રાજય ધોરીમાર્ગ પસાર થાય છે. નેત્રંગ થી રાજપારડી ને જોડતો રાજય ધોરીમાર્ગ પસાર થાય છે. ચારે તરફ ના રસ્તા ઓ પર રોજબરોજ મોટી સંખ્યામાં દ્વીચક્રી વાહનો થી લઇને વિશાળકાય વાહનો પસાર થાય છે.

તાલુકા ની ભૌગોલિક પરિસ્થિતિ ને કારણે સરકાર થકી પથ્થર વિસ્તારમાં ડુંગળો તોડી ને રોડ રસ્તા નું નિર્માણ કરવામાં આવેલ હોવાથી મોટા ભાગ ના રસ્તા ઓ ભારે વળાંક વાળા હોવાથી અકસ્માત ના બનાવો વારંવાર બનતા હોય છે. જેમાં કેટલાક લોકો મોતને ભેટે છે.
જેને દયાન પર લઇને નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી. એસ. આઇ.એન.જી. પંચાણી એ અંકલેશ્વર ખાતે આવેલ લુપીન ફાઉન્ડેશન ના કરતા હરતા ગઢવી તેમજ પાટીલ નો સંપકઁ કરી ને અકસ્માત જોન વિસ્તારમાં રાત્રિના વાહન ચાલકો ગફલત ના ખાઇ તે માટે સાઇન બોડઁ મુકવાની વાત કરતા લુપીન ફાઉન્ડેશન દ્રારા નેત્રંગ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ (૧) ફુલવાડી ચોકડી, (૨) વાંદરવેલી ગામના બસ સ્ટેશન નજીક નાળા પાસે, (૩) કાંટી પાડા ગામ તથા કોસબાર ગામની વચ્ચે આવેલ વળાંક પાસે, (૪) કેલ્વીકુવાનાં પાટીયા પાસે, (૫) ચાસવડ ચોકડી, (૬) ચન્દ્રવાણ બસ સ્ટેશન નજીક વળાંક પાસે, (૭) ચિકલોટા બસ સ્ટેશન નજીક, (૮) ઘાણીખુટ ગામનાં બસ સ્ટેશન નજીક આવેલ નાળા પાસે, (૯) લાલ મંટોડી વળાંક પાસે, (૧૦) ઝરણાવાડી ગામ નજીક આવેલ નહેર પાસે, (૧૧) કેલ્વીકુવા રાઇસ મીલ પાસે, (૧૨) આગાખાનાની ઓફિસ નજીક વળાંક પાસે. તેમજ ડેન્જર (ભય જનક) એરીયા જેમકે (૧) ટીમરોલીયા ગામના ટેકરા પાસે, (૨) રમણપુરા બસ સ્ટેશનથી આગળ નાળા પાસે આમ આ ૧૪ જગ્યા ઓ પર સાઇન બોડઁ લગાવી આપીને અકસ્માત ના બનાવો ઓછો બને તે માટે સહયોગ આપતા વાહન ચાલકો થી લઇને રાહદારીયોઓ મા આનંદ ની લાગણી ફરી વળી છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here