ગુજરાત બોર્ડ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 100% પરિણામ

0
23રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2020-21નું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે, જેને કારણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની બાબત પેચીદો બને એવી સ્થિતિ સર્જાવાની ચર્ચાઓ ચાલી રહી છે. એ ગ્રુપના 43 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની સામે હાલ ડીગ્રી એન્જિનિયરિંગની 65 હજાર બેઠકો ઉપલબ્ધ છે. એવામાં પ્રવેશ બાબતે સૌથી વધુ સ્પર્ધા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માનવામાં આવી રહી છે.

રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરામેડિકલની 38391 બેઠક ઉપલબ્ધ છે, જેમાં MBBS, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, B.Sc. નર્સિંગ, ફિઝિયોથેરપીનો સમાવેશ થાય છે. મેડિકલના તમામ કોર્સ માટે NEETની પરીક્ષાના આધારે જ પ્રવેશ આપવામાં આવે છે, જે 12 સપ્ટેમ્બરે યોજાવાની છે. જ્યારે પેરામેડિકલની પરીક્ષા ધોરણ 12 બોર્ડ અને ગુજસેટની પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે B.sc.માં ધોરણ 12ના પરિણામના આધારે આપવામાં આવે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 64 હજાર વિદ્યાર્થી પાસ થયા છે, જેની સામે મેડિકલ, પેરામેડિકલ અને B.sc.ની કુલ બેઠકોનો આંકડો 80 હજાર સુધી પહોંચે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here