દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકા ના ઘૂઘસ ગામે થી 2વર્ષ ની બાળકી નું અપહરણ થયુ

0
28







રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

તેપુરા તાલુકાના ઘુઘસ ગામેં બે વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું માતા જોડે ભીભત્સ માંગણીઓની માગ કરવામા આવતી હતી માએ તેની માંગણીઓ ન સ્વીકારતા અપહરણ કરતા બે વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા તેની જાણ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં બાળકીની માતાએ ફરીયાદ કરતા ફતેપુરા પોલીસ સ્ટેશનના પી એસ આઇ સી બી બરંડાએ અપહરણકર્તાઓને શોધવા માટે ટીમ ગોઠવી દીધી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફતેપુરાના ઘુઘસ ગામમાંથી બાળકીનું અપહરણ થયું છે. આ અંગે ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ખુટા ફળિયામાંમાં રહેતા ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારને પડોશમાં જ રહેતા કૌટુંબિક દિયરે ભાભી ઉપર નજર બગડતા તેની સાથે બિભત્સ માંગણીઓ કરતો હતો એકલતાનો લાભ લઇ ભાભી જોડે વારંવાર બિભત્સ માંગણીઓ કરતો હતો ભાભીની માનનીવાત મનમાં ને મનમા રાખતી  વારંવાર તેની જોડે ઝઘડો કર્યા કરતો હતો પરણીતાએ પોતાની આબરુને લાજ બચાવવા માટે પડોસમાં કોઈને પણ કશું કહેવાનું ટાળી દેતી હતી પરંતુ  વધુ પડતા હેરાન પરેશાન થવાને કારણે  પોતાના પતિને આપવીતી જણાવી તેઓએ તેના કૌટુંબિક ભાઈ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા તે સમય દરમિયાન તેમની એક બે વર્ષની નાની દીકરી તેની નણંદ પાસે મૂકી આવ્યાં હતાં તે દરમ્યાન તેમના જ ગામના  તેના કુટુંબીક દિયર તેમજ તેના સાથીઓ દ્વારા બે વર્ષની દીકરીનુ અપહરણ કરવામાં આવ્યું હતું તેની જાણ પીડિતાના પતિ ને તેના દાદી એ ફોન ઉપર કરતા તેવો તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનથી ઘુઘસ મુકામે જય તપાસ કરતાં તેની બે વર્ષની  દીકરીને તેના કૌટુંબિક દિયર તેમજ તેના સાથીઓ દ્વારા ઉઠાવિ લઈ ગયા છે તેવુ નણંદે જણાવતા હેરાન પરેશાન થઈ ગયા હતા. તેના કૌટુંબિક દિયરના ઘરે તપાસ કરતા તેને અહિ કેમ આયા છો તેમ  તારી દીકરીને અમને શુ ખબર તારી દિકરી તુ જાણે હવે પછી પૂછો તો પગ ભાગી નાખવામાં આવશે એવું કહીને ત્યાંથી અપમાનિત કરી કાઢી મુક્યા હતા. દીકરીની તપાસ કરતા ના મળતા સંગેવાલે પૂછપરછ કરતા કોઈ પણ અતો પતો ન મળતાં  ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા પીડિતા આવી હતી.  ફરિયાદ મળતા પી.એસ.આઇ સી. બી. બરંડાએ આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here