કોરોનામાં મરણ પામેલા પરિવારના મુખ્ય વ્યક્તિના અવસાન બાદ પરિવારને સહાય મળે તે બાબતે કલેકટર કચેરી,ગોધરા ખાતે રજુઆત કરવામાં આવી.

0
79પંચમહાલ.

રિપોર્ટર. કાદિરદાઢી

ઉડાન- જનવિકાસ પંચમહાલ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની જાગૃતિ માટે કાર્ય કરી રહ્યું છે.કોરોનાના કારણે પરિવારના મુખ્ય વ્યક્તિના અવસાન પામેલા પરિવારને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુસર 17 પરિવારના સભ્ય દ્વારા વ્યક્તિગત  લેખિત રજૂઆતો જિલ્લા કલેકટર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર ખાતે રજૂઆતો કરાવવામાં આવી હતી.આ પરિવારની રજુઆતોને ધ્યાનમાં લેવામાં આવે તે હેતુસર આજરોજ ઉડાન જનવિકાસની ટીમ દ્વારા કોરોનામાં મરણ પામેલ મુખ્ય વ્યક્તિના પરિવારોના અભ્યાસ કરતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સ્પોન્સરશિપ યોજનાનો લાભ મળે તેમજ મરણ પામેલા પરિવારને શિક્ષણ સહાયની સાથે વિધવા સહાય,અનાજ માટે અંત્યોદય કાર્ડનો લાભ તેમજ રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજનાનો લાભ મળે તે માટે અલગ અલગ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here