રતનાલમાં બી જૂથો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો આવ્યો સામે

0
50બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : મનીષ ઠક્કર

રતનાલમાં બી જૂથો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો આવ્યો સામે
રાજ્યમંત્રી વાસણભાઇના ગામમાં નથી રહ્યો કાયદાનો ખોફ

અંજાર તાલુકાના રતનાલ ગામે ૧૪ જુલાઈના બપોરના સુમારે બે જૂથો વચ્ચે થયેલ મારમારીનો વિડિઓ વાયરલ થયો છે. કચ્છી રાજયમંત્રી વાસણભાઇ આહીરના રતનાલ સ્થિત કાર્યાલયની તદ્દન સામે આવેલ ચામુંડા હોટલમાં આ બનાવ બન્યો હતો. જેમાં બે યુવક હોટલ ઉપર ધસી આવી હોટેલના સંચાલકનું કોલર પકડી ધાકધમકી કરતા મામલો બીચકયો હતો અને ત્યારબાદ યુવકના જૂથના અન્ય લોકો પણ હોટલ પર ધસી આવ્યા હતા અને ધોકા જેવા હથિયાર વડે હોટલ સંચાલકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

સૂત્રો અનુસાર બંને જૂથના લોકો વચ્ચે પારિવારિક મામલે મારામારી થઈ હોઈ આ બનાવ અંગે બંને જૂથોમાંથી કોઈએ પણ ફરિયાદ નોંધાવી ન હતી. અંજાર પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક સમયથી રાજ્યમંત્રીના ગામ રતનાલમાં મારામારી, દબાણ અને દારૂ જેવી બદીઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે પોલીસતંત્રની નિષ્ક્રિયતા અને રાજ્યમંત્રીની પોતાના ગામમાં કાયદા-વ્યવસ્થા પ્રત્યે ઉદાસીનતા અનેક સવાલો જરૂર ઉભા કરે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here