આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના ગ્રેજ્યુએશન કોર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ

0
32ધોરણ 12 સાયન્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. ધો. 12ના સામાન્ય પ્રવાહનું પણ આગામી દિવસોમાં પરિણામ જાહેર કરાશે. એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 19મી જુલાઈથી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં કામચલાઉ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. ચાલુ શૈક્ષણિક વર્ષે થનારી પ્રવેશ પ્રક્રિયાની કેટલીક પ્રાથમિક સૂચનાઓ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે.

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત યુનિ.ના વિવિધ કોર્ષોમાં મેરીટને આધારે માત્ર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જ થશે. પ્રવેશ માટેની સંભવિત બેઠકો તથા કોલેજોની યાદીને માહિતી પુસ્તિકામાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આગામી સોમવારથી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના ગ્રેજ્યુએશન કોર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જોકે તમામ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પાસ થવાની ઓફિશિયલ માહિતી મળ્યા બાદ કાયમી પ્રવેશ સંબંધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાશે.

​​​​​​​ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા વિદ્યાર્થીઓ પોતાની ધો.12ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ ફોટો, સહીનો નમુનો, જો કે SC,ST અથવા SEBC કેટેગરીથી હોય તો તેના પ્રમાણપત્રો તથા નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોની સોફ્ટ કોપી તૈયાર રાખવી પડશે. જે રજીસ્ટ્રેશન ફોર્મ સમયે અપલોડ કરવાની રહેશે. યુનિ. દ્વારા દરેક વિદ્યાશાખાની પ્રવેશ માહિતી પુસ્તિકા રજિસ્ટ્રેશન કરતી વખતે જ પ્રાપ્ત કરાશે અને તે એડમિશન પોર્ટલ પર મૂકવામાં આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here