ઇસરી નવીન આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું

0
30 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ઇસરી નવીન આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું

રસ્તાઓ પર દબાણ કરી દેવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ નથી થઇ રહ્યો તેવું સ્પષ્ઠ જોવા મળી રહ્યું છે છતાં તંત્ર મૌન

ચોમાસાની સીઝન ચાલુ છે ત્યારે કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાથી પાણી જન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ,કોલેરા નામના રોગ ફેલાવાની દહીંશત ફેલાઈ રહી છે ત્યારે આવા સમયે મનુષ્યનું આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાય તેવી તસ્વીર સામે આવી છે ત્યારે વાત કરીએ તો મેઘરજ તાલુકામાં બનાવામાં આવેલ કરોડો રૂપિયાના નવીન આરોગ્ય કેન્દ્ર આગળ જ પાણી ભરાતા રોડ પર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે જેમાં દવાખાને આવતા દર્દીઓ પોતે સારવાર અર્થેએ દવાખાને આવતા હોય છે પરંતુ દવાખાના આગળજ ગંદકી જોવા મળતા લોકોનું સ્વાસ્થય વધુ જોખમાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ગ્રામપંચાયત દ્વારા પાણી નો યોગ્ય નિકાલ થતો ન હોવાને કારણે દવાખાના આગળજ રસ્તા પર પાણી ભરાઈ રહ્યું છે છતાં તંત્ર મૌન છે જાણે ત્રીજી લહેરની રાહ જોઈને બેઠું હોય તેવી રીતે તંત્ર ઉંગી રહ્યું છે તેમજ પંચાયત દ્વારા પણ પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી ઉપરાંત હજુ તો ચોમાસાની સીઝન શરુ થઈ છે ત્યારે આગામી દિવસોમાં ગંદકીની આ પરિસ્થિતિ વધુ વધી શકે તો પણ નવાઈ નથી.આગામી દિવસોમાં નવીન આરોગ્ય કેન્દ્ર શરુ થશે તો અહીં આજુબાજુના કેટલાય દર્દીઓ આવશે તો શું આ ગંદકી દૂર થશે ખરી ? એ હવે મોટો સવાલ બની રહ્યો છે દવાખાના આગળથી હજારો લોકો સવાર સાંજ પગદંડી તેમજ મુસાફરી રીતે કામ અર્થેએ પસાર થતા હોય છે ત્યારે પાણીના કારણે મચ્છર નો ઉપદ્રવ વધવા થી રોગચારો ફેલાઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here