ગોધરા: શ્રી ગોવિંદગૂરૂ યુનિ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સની પ્રથમ બેચનો વિદાય સભારંભ યોજાયો

0
33પંચમહાલ.ગોધરા

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ના વિદ્યાર્થીઓની પ્રથમ બેચ(૨૦૧૯-૨૧)નો વિદાય સમારંભ યોજાયો હતો.સાથે ભવિષ્યમાં ઉપયોગી બની રહે તે હેતુથી કેરિયર માર્ગદર્શન પણ પુરૂ પાડવામા આવ્યુ હતુ.ઉપસ્થિત મહેમાનોને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગૂરૂ યૂનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવામા આવે છે.ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતી પ્રથમ બેચનો વિદાય સભારંભ યુનિના કેમ્પસમા આવેલા પોલિટેકનીક કોલેજના ઓડીટોરીયમમા યોજાયો હતો.કાર્યક્રમનુ દિપ પ્રાગ્ટય રજીસ્ટ્રાર અનિલભાઈ સોલંકી,મીડીયા કન્વીનર અને ડીપાર્ટમેન્ટના કો ઓર્ડીનેટર પ્રો અજયભાઇ સોનીએ કર્યુ હતૂ.આ વિદાય સભારંભમા કાંકણપુર કોલેજના પ્રાધ્યાપક ડો.મહેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમને વિદ્યાર્થીઓને માસ્ટરડીગ્રી મેળવ્યા પછી
કયા કયા અભ્યાસક્રમોમા જઈને કેરિયર બનાવી શકાય તે વિષય પર પ્રકાશ પાડ્યો હતો.તેમજ સરકારી નોકરી માટે ઉપયોગી એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા ખાસ અનૂરોધ કર્યો હતો.
સાથે જરૂરી માર્ગદર્શન પણ પાડ્યુ હતૂ.ડિપાર્ટમેન્ટમાં તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામા આવ્યુ હતૂ.ત્યારબાદ કોર્મસ ડીપાર્ટમેન્ટમા અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પોતાના અભ્યાસકાળ દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા.ડિપાર્ટમેન્ટ ના દરેક વિદ્યાર્થીઓ નૈસર્ગ શાહ, મિલન શાહ,ભાવિની ચૌહાણ તથા ડૉ.તરલ ભટ્ટ તથા સાગર શા સહિત સૌનો આભાર માન્યો હતો.વિદ્યાર્થીઓ પણ વસમી વેળાએ ગદગદિત થઈ ગયા હતા.અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here