જામનગરમા સાંબેલાધાર વરસાદ પંદર મીનીટ મા અઢી ઇચ

0
36જામનગરમા સાંબેલાધાર વરસાદ પંદર મીનીટ મા અઢી ઇચ

વીજવાયર  તુટ્યા લાઇટ ગઇ વૃક્ષો નો સોથ પતરા બોર્ડ  નળીયા ઉડ્યા

પવન ના વાવાઝોડા જેવા સુસવાટા અને વીજળીના ડરામણા લબકારા

પાણી ભરાયા ગટરો ઉભરાઇ અને કહેવાતા પ્રિમોન્સુન પ્લાન ના પંદર મીનીટ મા ચીથરા ઉડ્યા

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર મા ચાર વાગ્યે ધોધમાર વરસાદ પવન અને ગાજવીજ સાથે પડ્યો ત્યારે કુદરત નુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતુ લબકારા મારતી વીજળી વાદળોની ગડેડાટી અને સાંબેલાધાર વરસાદ પડ્યોતો માત્ર પંદરથી વીસ મીનીટ પરંતુ આટલીવારમા મીની તબાહી ના દ્રશ્યો સર્જાયા હતા અને ઠેર ઠેર પોલ પતરા બોર્ડ નળીયા કાચી દિવાલ છાપરા ઝાડ વગેરે કા તો ઉડ્યા કા તો તુટી પડ્યા

આટલા સમયમા ૬૩ મીમી એટલે અઢી ઇચ વરસાદ હાઇસ્પીડ મા પડતા ઠેર ઠેર પાણી ભરાયા ગટરો ભરાઇ લોકોના ઘરમા પાણી આવ્યા વાહનવ્યવહાર અને આવનજાવન ઠપ્પ થય ગયા તેમજ અસંખ્ય  વીજલાઇનો તુટતા વિજપુરવઠો બંધ થઇ ગયો છે ત્યારબાદ વરસાદ રહ્યા પછી અકળાવનારો બફારો ફરીથી વધ્યો છે હજુ જોકે વરસાદી માહોલ હોઇ વરસાદ ની સંભાવના છે

ખાસ કરીને જામનગરમા સાંબેલાધાર વરસાદ પંદર મીનીટ મા અઢી ઇચ ભારે પવન સાથે પડતા વીજવાયર  તુટ્યા લાઇટ ગઇ વૃક્ષો નો સોથ પતરા બોર્ડ  નળીયા ઉડ્યા અને

પવન ના વાવાઝોડા જેવા સુસવાટા અને વીજળીના ડરામણા લબકારા જોવા મળ્યા તેમજ ઠેર ઠેર પાણી ભરાયા ગટરો ઉભરાઇ અને કહેવાતા પ્રિમોન્સુન પ્લાન ના પંદર મીનીટ મા ચીથરા ઉડ્યા હજુ તો ચોમાસુ બાકી છે….!!LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here