દક્ષિણ ડાંગ વન વિભાગની સરકારી જમીન પર નો ગેરકાયદેસર દબાણ હટાવાયો ડાંગ :- મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં આહવા પુર્વ રેંજમાં વન વિભાગની સરકારી જમીન રા.ફો.કંપાઊન્ડ નં.131 અને 133માં ગેરકાયદેસર ફેન્સીંગ તારનું કંપાઊન્ડ તથા વાડ બનાવી દબાણ કરનારા ઈસમોનું દબાણ પોલીસ અને એસ.આર.પી બંદોબસ્ત સાથે વન વિભાગ દ્વારા હટાવતા ફફડાટ મચી જવા પામ્યો હતો… ડાંગ જિલ્લાનાં મુખ્ય મથકમાં  આહવામાં આવેલ આહવા પુર્વ વન વિભાગની સરકારી જમીન રાઊન્ડ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-131 સરકારી કર્મચારીઓની હોસ્ટેલની સામે તથા દેવીનામાળ ચેકડેમ પાસે રેંજ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-133 માં કોઈ આજાણ્યા ઈસમો દ્રારા દબાણ કર્યુ હોવાની માહિતી આહવા પુર્વ રેંજનાં આર.એફ.ઓ રાહુલભાઈ પટેલને મળી હતી.દક્ષિણ વન વિભાગનાં ફો.ક.કરેલ દબાણની જાણ આર.એફ.ઓ રાહુલ પટેલ દ્વારા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ નિલેશભાઈ પંડ્યાને કરી હતી.જે બાબતે ડી.સી.એફ.નિલેશ પંડયાએ આર.એફ.ઓ રાહુલ પટેલને તાત્કાલિક તપાસ કરી દબાણ હટાવવાનો આદેશ કર્યો હતો.જે આદેશનું પાલન કરી રેંજ ફોરેસ્ટ અધિકારી રાહુલ પટેલ તથા તેમની ટીમ સાથે તા.15-07-2020 સ્થળ પર ધસી જઈ વન વિભાગની જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા સામે પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેમ છતાં આજદિન સુધી દબાણ નહિ હટાવવામાં આવતાં આજરોજ ડાંગ જિલ્લા પોલીસ તથા એસ.આર.પી બંદોબસ્ત સાથે રાખી સવારે 10 વાગ્યાથી સાજે 4 વાગ્યા સુધીમાં  દેવીનામાળ ડેમ પાસે વન વિભાગનાં રાઊન્ડ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-133 માં ગેરકાયદેસર ઝાડી-ઝાખરાથી દબાણ કરનારાઓનું દબાણ હટાવ્યુ હતુ. જે બાદ આહવા રેસ્ટ હાઊસની સામે આવેલ સરકારી કર્મચારીની હોસ્ટેલનાં સામે આવેલ રાઊન્ડ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-131માં વન વિભાગની બનાવવામાં આવેલ ફેન્સીંગ તારનું કંપાઊન્ડ તોડી નાંખ્યુ હતુ.ત્યા પણ ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલ થાંભલા ઊખેડી કાઢયા હતા.અને વન વિભાગની જમીન ખુલ્લી કરી હતી.હાલમાં દક્ષિણ ડાંગ વિભાગનાં ડી.સી.એફ. નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ દબાણ કરનારા ઈસમોની તપાસ હાથ ધરી તાર ફેન્સીંગ તાર અને થાંભલાઓને વન વિભાગ દ્રારા જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે.દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ આહવા પૂર્વ રેંજમાં વનવિભાગની ટીમ દ્વારા પોલીસ અને એસ.આર.પી બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા ગેરકાયદેસર ભૂમિ પર દબાણ કરનાર ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો…

0
39ડાંગ :- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં આહવા પુર્વ રેંજમાં વન વિભાગની સરકારી જમીન રા.ફો.કંપાઊન્ડ નં.131 અને 133માં ગેરકાયદેસર ફેન્સીંગ તારનું કંપાઊન્ડ તથા વાડ બનાવી દબાણ કરનારા ઈસમોનું દબાણ પોલીસ અને એસ.આર.પી બંદોબસ્ત સાથે વન વિભાગ દ્વારા હટાવતા ફફડાટ મચી જવા પામ્યો હતો…

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથકમાં  આહવામાં આવેલ આહવા પુર્વ વન વિભાગની સરકારી જમીન રાઊન્ડ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-131 સરકારી કર્મચારીઓની હોસ્ટેલની સામે તથા દેવીનામાળ ચેકડેમ પાસે રેંજ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-133 માં કોઈ આજાણ્યા ઈસમો દ્રારા દબાણ કર્યુ હોવાની માહિતી આહવા પુર્વ રેંજનાં આર.એફ.ઓ રાહુલભાઈ પટેલને મળી હતી.દક્ષિણ વન વિભાગનાં ફો.ક.કરેલ દબાણની જાણ આર.એફ.ઓ રાહુલ પટેલ દ્વારા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ નિલેશભાઈ પંડ્યાને કરી હતી.જે બાબતે ડી.સી.એફ.નિલેશ પંડયાએ આર.એફ.ઓ રાહુલ પટેલને તાત્કાલિક તપાસ કરી દબાણ હટાવવાનો આદેશ કર્યો હતો.જે આદેશનું પાલન કરી રેંજ ફોરેસ્ટ અધિકારી રાહુલ પટેલ તથા તેમની ટીમ સાથે તા.15-07-2020 સ્થળ પર ધસી જઈ વન વિભાગની જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા સામે પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેમ છતાં આજદિન સુધી દબાણ નહિ હટાવવામાં આવતાં આજરોજ ડાંગ જિલ્લા પોલીસ તથા એસ.આર.પી બંદોબસ્ત સાથે રાખી સવારે 10 વાગ્યાથી સાજે 4 વાગ્યા સુધીમાં  દેવીનામાળ ડેમ પાસે વન વિભાગનાં રાઊન્ડ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-133 માં ગેરકાયદેસર ઝાડી-ઝાખરાથી દબાણ કરનારાઓનું દબાણ હટાવ્યુ હતુ. જે બાદ આહવા રેસ્ટ હાઊસની સામે આવેલ સરકારી કર્મચારીની હોસ્ટેલનાં સામે આવેલ રાઊન્ડ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-131માં વન વિભાગની બનાવવામાં આવેલ ફેન્સીંગ તારનું કંપાઊન્ડ તોડી નાંખ્યુ હતુ.ત્યા પણ ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલ થાંભલા ઊખેડી કાઢયા હતા.અને વન વિભાગની જમીન ખુલ્લી કરી હતી.હાલમાં દક્ષિણ ડાંગ વિભાગનાં ડી.સી.એફ. નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ દબાણ કરનારા ઈસમોની તપાસ હાથ ધરી તાર ફેન્સીંગ તાર અને થાંભલાઓને વન વિભાગ દ્રારા જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે.દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ આહવા પૂર્વ રેંજમાં વનવિભાગની ટીમ દ્વારા પોલીસ અને એસ.આર.પી બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા ગેરકાયદેસર ભૂમિ પર દબાણ કરનાર ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here