વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર ડેલ્ટા વેરિયન્ટથી મોતની સંભાવના વિષે જાણો

0
49સરકારથી લઇને હેલ્થવર્કર્સ સુધી દરેક વેક્સિનેશનને જ કોરોના સંક્રમણની સામે સૌથી મોટું હથિયાર માને છે. કેટલાંય સંશોધનોમાં આ સાબિત થઇ ચૂક્યું છે. વેક્સિનેશન પર કરવામાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)ના સ્ટડીમાં કેટલીક આવી જ જાણકારીઓ સામે આવી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ વેક્સિન કોરોનાના સૌથી ખતરનાક અને ઝડપથી ફેલાનારા ડેલ્ટા વેરિયન્ટથી થવાવાળા મૃત્યુ સામે 99% સુધી સુરક્ષા આપે છે. રિસર્ચના રિઝલ્ટથી ખબર પડે છે કે વેક્સિનેશન પછી સંક્રમિત થવાવાળા 9.8% લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. જ્યારે માત્ર 0.4% સંક્રમિતોની મોત થયાં છે. વેક્સિનેટ વ્યક્તિના કોરોના સંક્રમિત થવા પર તેને બ્રેકથ્રો ઇન્ફેક્શન કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ જાણવા માટે સ્ટડી કર્યો હતો કે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા પછી પણ લોકો કેમ સંક્રમિત થઇ રહ્યા છે? રિસર્ચ માટે ભેગા કરવામાં આવેલાં સેમ્પલ્સમાં સૌથી વધારે સેમ્પલમાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યા હતા. આલ્ફા, કપ્પા અને ડેલ્ટા પ્લસના ઓછા કેસ જોવા મળ્યા. NIVનો આ સ્ટડી ટૂંકમાં જ પ્રકાશિત કરવામાં આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here