નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાઇ બેઠક

0
37




નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાઇ બેઠક

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જનપ્રતિનિધિઓ દ્વારા જિલ્લા પ્રસાશનના જુદા જુદા વિભાગોને લગતી કરાતી લોકરજૂઆતોનો સમયસર, વાજબી અને ઝડપી નિકાલ-ઉકેલ લાવવાની સાથોસાથ જે તે પ્રશ્નના કરાયેલા નિકાલ-ઉકેલ અંગેની વિગતવાર બાબતની જાણકારીથી સંબંધિત જનપ્રતિનિધિ સમયસર વાકેફ થાય તે રીતેની કાર્યપ્રણાલી અપનાવવા ખાસ અનુરોધ કર્યો છે.

રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિકાસ કામોનું સપ્રમાણ રીતે આયોજન કરવાની સાથે જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાતી બાબતોને વિશેષ પ્રાધાન્ય અપાય તે જોવાની જરૂરિયાત પર ખાસ ભાર મુક્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ ઉકત બેઠકમાં વિવિધ વિભાગોની સરકારી બાકી લેણાંની વસુલાતની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરીને આ કામગીરી ઘનિષ્ટ બનાવવા અને રૂટીન વહિવટી કામગીરીની જેમ બાકી વસૂલાતની કામગીરી પણ નિયમિત રીતે થતી રહે તે મુજબની લક્ષ્યાંક સિધ્ધિ માટેનું સુચારૂં આયોજન ઘડી કાઢવાની હિમાયત કરી હતી.

આ બેઠકમાં સરકારી કચેરીઓના બાકી તુમાર સેન્સસ, બાકી કાગળોના નિકાલ, કર્મચારીઓના ઉચ્ચત્તર પગાર ધોરણ, બાકી પેન્શન કેસ, પ્રવર્તતા યાદી, ખાનગી અહેવાલ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, નાગરિક અધિકારપત્ર હેઠળની અરજીઓના નિકાલ, રેકર્ડ વર્ગીકરણ વગેરે જેવી કામગીરી સંદર્ભે જિલ્લાની તમામ કચેરીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને જે તે બાબતોના ઝડપી ઉકેલ-નિકાલ માટે જરૂરી માર્ગદશર્ન પૂરૂં પાડવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here