કાલોલ તાલુકામાં ઓક્સીજન કનસરન્ટ્રેટરનું વિતરણ કરાયું

0
50પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કોરોના ની મહામારી દરમિયાનલોકોને ઓકસીજનની ખુબ જ જરૂરિયાત ઊભી થયેલ ત્યારે સરકાર દ્વારા ગુજરાત ની રેડક્રોસ સોસાયટીઓને ઓકસીજન કનરન્ટ્રેટર નું વિતરણ આજે અમદાવાદ ખાતે રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલ. આજ નો દિવસ ગુજરાત ની રેડ ક્રોસ સોસાયટી ની સેવા ની ઉત્કૃષ્ટ ભાવના નો સુવર્ણ દિન બની રહ્યો. ગુજરાત રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજી ના હસ્તે દરેક જિલ્લા અને તેમાં સ્થાપિત રેડ ક્રોસ સોસાયટી ની તાલુકા શાખા ને ઓકસીજન બેંક લોન્ચિંગ તેમજ ઓકસીજન કનસરન્ટ્રેટર નું વિતરણ થયું.. જેમાં પંચમહાલ જિલ્લા ની શાખા ને અને કાલોલ તથા શહેરા તાલુકા ને બે આપવામાં આવ્યા.કોરોના સામે ની લડાઈ મા સમગ્ર રેડ ક્રોસ સોસાયટી ની મહત્ત્વ ની માનવ સેવા ની ભુમિકા રહી તેને રાજયપાલ શ્રી એ ખૂબઅભિનંદન સહ જણાવ્યું.જિલ્લા મા થી રેડ ક્રોસ સોસાયટી જિલ્લાના કિશોરીમલ ભાયાણી, સેક્રેટરી ,કે ટી પરીખ વાઈસ ચેરમેન, આનંદ ઘડિયાળી ટ્રેઝરર શહેરા વિધાન સભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ ચેરમેન શ્રી રેડ ક્રોસ શહેરા, શ્રી સતીષ ભાઈ શાહ ચેરમેન શ્રી કાલોલ, ડૉ યોગેશ પંડ્યા, વાઇસ ચેરમેન કાલોલ અમદાવાદ ખાતે રેડ ક્રોસ ભવન મા હાજર રહ્યા અને હવે તે કાલોલ પંચમહાલ જિલ્લા ની જનતા ની સેવા મા અર્પણ કરી ને જન સેવા મા ઉપલબ્ધ કરાશે તેમ જણાવ્યુ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here