પાવાગઢ ડુંગર પર ફરવા ગયેલા યુવાનો પૈકી ગુમ થયેલા યુવાનની લાશ ખુણીયા મહાદેવ ધોધ નજીકથી મળી આવતા ચકચાર

0
40પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલના નવરંગ કોલોનીમાં રહેતા અને ખાનગી કંપની માં નોકરી કરતો 20 વર્ષીય યુવાન 7 દિવસ પહેલા હું મીત્રો સાથે પાવાગઢ દર્શન કરવા જાઉં છું.તેમ કહી ઘરેથી નીકળેલ મોડે સુધી ઘરે પરત નહિ ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. છતાં મળી નહિ આવતા પોલીસને જાણ કરતા પોલીસે તેની શોધખોળ આદરી ડ્રોન ઉડાવી તપાસ કરતા આજે તેનો મૃતદેહ પાવાગઢ ના જંગલ માંથી ખુણીયા મહાદેવ ની પાછળ ખપ્પરીયા જોગણી ઉડી ખીણ માં ઝાડ ઉપર લટકેલી જણાઈ આવતા માણસો ઉતારી સાબીત થયું કે આ કોઈ લાશ છે. જેથી ફાયરટીમ ની મદદ મેળવી યુવાન નો મૃતદેહ બહાર કાઢી વયુવાન નો મૃતદેહ ડીકમ્પોઝ હાલત માં મળી આવતા પોલીસે બનાવ સ્થળે પેનલ ડોક્ટર દ્વવારા પી.એમ.કરાવી નીચે ખાઈમાં વિશ્વામિત્રી નદી કિનારે અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતમોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે. આ નવયુવાન નું મોત કયા કારણથી થયું છે.તે પી.એમ.રીપોર્ટ તેમજ પોલીસ તપાસ માં બહાર આવે તેમ જણાઈ રહ્યું છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ  હાલોલના નવરંગ કોલોનીમાં રહેતા અને ખાનગી કંપની માં નોકરી કરતા શાંતિલાલ બાબુભાઇ સોલંકી નો 20 વર્ષીય પુત્ર વિજય શાંતિલાલ સોલંકી તા.11મી  જુલાઈ ના રોજ સવારે નવ વાગ્યાના સમય ગાળા દરમ્યાન હું ભાઈબંધો સાથે પાવાગઢ દર્શન કરવા જાઉં છું. તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. મોડે સુધી ઘરે પરત નહિ આવતા વિજય ના ભાઈ પુનિતે વિજય ને ફોન કર્યો ત્યારે બીજા છોકરાએ ફોન ઉઠાવ્યો અને હું સુભાષ બોલું છુ તેમ જણાવ્યું હતું. પછી ફોન બંધ થઇ ગયેલ બીજા દિવસે વિજય સાથે નોકરી કરતા સુભાષ નો નંબર મેળવી તેને ફોન કરતા તેને જણાવ્યું કે અમે પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે બેઠા છે. તેથી વિજય ના પિતા તથા તેનો ભાઇ પાવાગઢ ગયા હતા. ત્યાં સુભાષ અને તેના બે મીત્રો બેઠા હતા. તેને મળતા જણાવ્યું કે અમે માંચી બસ સ્ટેન્ડ નજીક રોડ ની બાજુમાં બેઠા હતા. ત્યારે સિક્યુરિટી આવી જતા અમે ત્યાંથી ભાગી છુટા પડી ગયા હતા. અને તમારા છોકરા નો મોબાઈલ મારી પાસે રહી ગયો હતો. ત્યાર બાદ શોધખોળ કરવા છતાં મળી નહિ આવતા શાંતિલાલ આ સુભાષ અને તેના મીત્રો ને લઇ પાવાગઢ પોલીસ મથકે જઈ વિજય ગમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે પાવાગઢ પોલીસે ગંભીરતા લઇ તેની શોધખોળ આદરી હતી. ડુંગર ઉપર થી બે દિવસ ડ્રોન ઉડાવી ડ્રોન થી તપાસ કરતા વિજય ની શોધખોળ દરમ્યાન આજે પાવાગઢ ના જંગલ માં ખુણીયા મહાદેવ ની પાછળ ના ભાગ માં ખપ્પરીયા જોગણી ખીણ માં અડધે ઝાડીઓ માં કોઈ લાશ લટતકતી હાલતમાં જણાઈ આવતા પોલીસે દોરડા સાથે માણસો ને ખીણ માં ઉતાર્યા હતા. તેઓ એ જોયું તો તે લાશ હતી. જેથી ફાયરટીમ ની મદદ થી તેને ખીણ માં નીચે ઉતારી ત્યાંજ ડોક્ટરે પી.એમ. કર્યું હતું ત્યારદબાદ તેના મૃતદેહ ને વિશ્વામિત્રી ના કિનારા ઉપર અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here