ડાંગ જિલ્લામાં ધોરણ12 સાઇન્સના પરિણામથી વિધાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ….

0
37ડાંગ:- મદન વૈષ્ણવ

લ્યો બોલો રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ માસ પ્રમોશન જાહેર કર્યા બાદ પણ ડાંગ જિલ્લાનું એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનાં જાહેર થયેલ પરિણામમાં A1 અને A2 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી નહી આવતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે…

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા આજરોજ સમસ્ત રાજ્યનું એચ.એસ.સી બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે.કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ ધોરણ 12નાં વિજ્ઞાન પ્રવાહનાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.ડાંગ જિલ્લામાં એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષાનાં કુલ નોંધાયેલા 296 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.ડાંગ જિલ્લામાં માસ પ્રમોશન આપ્યુ હોવા છતાંય A1 અને A2 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.ડાંગ જિલ્લા એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં B1 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓ,B2 ગ્રેડમાં 77 વિદ્યાર્થીઓ,સૌથી વધુ C1 ગ્રેડમાં 144 વિદ્યાર્થીઓ,અને C2 ગ્રેડમાં 57 વિદ્યાર્થીઓ,જ્યારે D ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ,જયારે Eમાં એકપણ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.ડાંગ જિલ્લા એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં A1 અને A2 ગ્રેડ સાથે એકપણ વિદ્યાર્થીને પાસ થયો નથી.જેથી ગુજરાત રાજ્ય સરકારની માસ પ્રમોશનની યોજનાનાં કારણે છેવાડેનાં આદિવાસી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે..

તસ્વીર – પ્રતિકાત્મકLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here