ડાંગ: ટાંકલીપાડાથી શામગહાન જતાં માર્ગે ટ્રેકટર પલટતા ચાલકનું મોંત

0
52
ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ટાંકલીપાડાથી શામગહાનને જોડતા આંતરીક માર્ગનાં ટાંકલીપાડા દબાસમાર્ગમાં ટ્રેકટર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ચાલકનું દબાઈ જવાથી મોત નિપજતા ગંભીર અકસ્માત સર્જાયો હતો….

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આશિષભાઈ રામુભાઈ વાઘમારે ઉ.25.રે ઉમરપાડા જેઓ ટ્રેકટર લઈને ખેડાણ માટે મોટીદબાસ ગામ જઈ રહયો હતો. તે દરમ્યાન ટાંકલીપાડાથી શામગહાનને જોડતા આંતરીક ધોરીમાર્ગનાં ટાંકલીપાડા-દબાસ માર્ગનાં વળાંકમાં સામેથી મોટરસાઈકલ ચાલક આવી જતા અહી માર્ગ સાંકડો હોય જેથી ટ્રેકટરને માર્ગની સાઈડમાં લેતા સ્થળ ઉપર ટ્રેકટર બેકાબુ બની પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રેકટર ચાલક યુવાન નામે આશિષભાઈ વાઘમારે ટ્રેકટરનાં નીચે દબાઈ જતા તેના માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.આ બનાવ બાબતે મૃતક યુવાનનાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દેતા કોઈ કેસ નોંધાયો ન હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here