આગામી બુધવારે આમ આદમી પાર્ટી ની ટીમ ટંકારા તાલુકાની મુલાકાતે

0
33ગામડામા પ્રજાના દરબારમા જઈ સીધો સંવાદ કરશે

આગામી તા. ૨૧ જુલાઈ એ આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ ટંકારા તાલુકાની મુલાકાતે આવી રહી છે. આપ ના આગેવાનો તાલુકાના ગામડાઓમા સીધા જ લોકોના દ્વારે જઈને પ્રજાના દરબારમા જવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. જન સંવેદના કાર્યક્રમ મુજબ ગામડામા કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના સ્વજનોને સધિયારો આપવાના રૂટ મા સ્થાનિક ટીમ સાથે રહેશે.
રાષ્ટ્રના રાજકારણમા પ્રવેશતા ની સાથે દિલ્હીમા દમામભેર પગદંડો જમાવી સુશાસન થકી પ્રજામા ભારે લોકચાહના મેળવનારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આગામી ગુજરાતની તમામ ચુંટણીઓ લડવા ખાંડા ખખડાવી રહી છે. ખાસ તો ૨૦૨૨ મા વિધાનસભાની તમામ બેઠકો માટે અત્યારથીજ તમામ સ્તરે પાસા ચકાસવાનુ કામ આપે કરી દીધુ છે. હાલ આપ ના ગુજરાત પ્રદેશ કક્ષાની ટીમ સોમનાથથી અંબાજી સુધી જન જન ને મળવા જન સંવેદના કાર્યક્રમ હેઠળ રાજ્યમા કોરોના થી મૃત્યુ પામેલા મૃતકના સ્વજનોને મળી સધિયારો આપવા મળી રહ્યા છે. એ અંતગર્ત આગામી તા. ૨૧ જુલાઈ એ ટંકારા તાલુકામા આપ ની ટીમ લોકોને મળવા આવી રહી છે. કાર્યક્રમ અંગે માહિતી આપતા ટંકારા શહેરના આપ પ્રમુખ પંકજભાઈ ત્રિવેદીએ જણાવ્યા પ્રમાણે આપના પ્રદેશના ટોચના આગેવાનો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, મહેશભાઈ સવાણી અને પ્રવિણભાઈ રામ સહિતના અગ્રણીઓ બુધવારે બપોરે ટંકારા તાલુકા મથકે પહોંચતા તેઓનુ સન્માન બાદ ટુંકુ રોકાણ કરી અને ૩ થી ૫ દરમિયાન નેકનામ, ૫ થી ૭ ટંકારા, ૭ થી ૮ લજાઈ ગામે પ્રજાને સીધા જ તેના દ્વારે મળશે. રૂટના વચ્ચે આવતા દરેક ગામડે કોરોના થી મૃત્યુ પામેલા મૃતકના પરિવાર અને સ્વજનોને રૂબરૂ મળી શાંત્વના પાઠવી સધિયારો આપવા જશે. આ દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમ રખાયો નથી. પરંતુ જન જન સુધી પહોંચી પ્રજાની સીધી મુલાકાત લેવાનો હેતુ છે. સમગ્ર રૂટ મા તાલુકાની આપ ની ટીમ સાથે રહેશે. આમ આદમી પાર્ટીની ટંકારા તાલુકાની મુલાકાત દરમિયાન પંથકના અન્ય પક્ષો ના રાજકીય મોટા માથાઓ કેજરીવાલની ટીમમા જોડાઈને ઝાડુ પકડે એવી શક્યતાઓ વરતાયી રહી છે. ખાનગી રીતે ચર્ચાતી કાનાફૂસી માંથી જાણવા મળ્યા પ્રમાણે ગત ચુંટણી વખતથી સુશુપ્ત થઈ ગયેલા અમુક નારાજ મોટા ગજાના રાજકીય અગ્રણીઓ પોતાના અનેક કાર્યકરો સાથે આપ મા જોડાઈ એવી ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here