ડાંગ: સંપત્તિ ની લાલચમાં કાકા કાકીની હત્યાના આરોપીને આહવા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

0
38ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ડુમરિયા ગામનાં આરોપી સખારામ તુકારામ મહાલાએ 2016 માં સંપત્તિની લહાયમાં પથ્થરના ઘા મારી કાકા કાકીની હત્યા કરી હતી

આહવાની સેસન્સ કોર્ટે મર્ડર કેસમાં ડાંગ-સુબીર તાલુકાનાં ડુમરીયા ખાતે રહેતા સખારામ તુકારામ મહાલાને આજીવન કેદની સજા ફટકારતાં ગુનાખોરી ની માનસિકતા ધરાવતા ઇસમોમા ફફડાટ…

પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદીના પિતા લહાનુભાઈ મહાલા અને માતા ઝોપીબેન લહાનુંભાઈ મહાલા તેમના ઘરના આંગણામાં સુતા હતા. ત્યારે 4/5/2016નાં રોજ આરોપી સખારામ તુકારામ મહાલાએ તેમના કાકા-કાકીને માથાનાં ભાગે પથ્થરનાં ઘા મારીને હત્યા કરી હતી. જમીન અને સંપત્તિ પડાવવાનાં ઇરાદા સાથે આ આરોપીએ પથ્થર વડે હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે ફરિયાદીએ જે તે સમયે આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.<span;>તપાસ કરનાર પોલીસ અધિકારીએ આ કેસમા પૂરતા પુરાવા એકત્ર કરી અદાલત સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસ આહવાના એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી એ.એમ.મેમણ સાહેબની કોર્ટમા ચાલી જતા, નામદાર અદાલત દ્વારા આ કેસની પેરવી કરનાર સરકારી વકીલ શ્રી અજય ટેલરની ધારદાર રજૂઆતને માન્ય રાખી આરોપીને<span;>ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આ<span;> આજીવન કેદની સજા ફરમાવી છે આહવા સેસન્સ કોર્ટના આ ફેસલા બાદ અપરાધિક માનસિકતા ધરાવતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

તસ્વીર – પ્રતિકાત્મકLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here