સંજેલી કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યુ

0
40
રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ(ફતેપુરા)

સંજેલી કોંગ્રેસ સમિતિની કાર્યાલય થી મામલદાર કચેરી સુધી પ્રદશન રેલી કાઢવામાં આવી
ભાજપનો વિરોધ કરી રેલી સાથે સૂત્રો ઉચ્ચાર કરવામાં આવિયા
દિન પ્રતિદિન ભાવવાધરાને  પાછો ખેંચવા આવેદન પત્ર આપવામાં  આવ્યુ
સંજેલી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્રારા દિન પ્રતિદિન ભાવ વધારાના વિરોધને લઇ કોંગ્રેસ કાર્યાલય થી સંજેલી ગામમાં રેલી કાઢી સૂત્રો સાથે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યુ.
આવેદન પત્રમાં જણાવીયા મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડાની સૂચના પ્રમાણે સંજેલી કાર્યકરો અને હોદેદારો દ્રારા ભાવ વધારાનો વિરોધ કરી ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા જેટલા સમયથી ભાજપ પ્રજા વિરોધી શાસનમાં પેટ્રોલ,ડીઝલ,તેલ,ગેસ વગેરે સહિતના. દૈનિક જીવનજરૂરિયાત ચીજવસ્તુઓનો  અસહ્ય ભાવવધારો પાછો ખેંચવા કારોબારી સભા બાદ કાર્યાલયથી રેલી સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર સાથે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના હોદેદારો અને કાર્યકરો સાથે પ્રજાનો અવાજ સરકાર સુધી પોહચડવા તા.17 જુલાઈ ને શનિવારના રોજ ભાવ વધારાનો વિરોધ કરી સંજેલી મામલતદાર કચરી ખાતે મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.દાહોદ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાં, પ્રદેશ મંત્રી રઘુભાઈ મછાર સંજેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ભુરસિંગભાઈ તાવીયાડ ફતેપુરા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર ઝાલોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી દાહોદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ અનિસ ડબ્બા કૉંગ્રેસના તાલુકા સભ્યો,હોદ્દેદારો જોડાયા હતા ..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here