મોરબીના બેલા ગામ નજીક બેન્કના એટીએમ મશીન તોડી ૧૫.૭૦ લાખની ચોરી

0
34મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે જેમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો બાદ હવે તસ્કરો સીધા એટીએમ મશીનને નિશાન બનાવી રહ્યા છે બેલા ગામ નજીક એટીએમ મશીન તોડી ૧૫ લાખથી વધુની રોકડ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા સંજય વિનોદભાઈ રાજપરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબીના જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલ યુનિયન બેંકના એટીએમમાંથી ગત તા. ૧૬-૦૭ ના બપોરથી તા. ૧૭-૦૭ ના બપોર દરમિયાન અજાણ્યા ઈસમો એટીએમ નાણાની તિજોરી તોડીને મશીનને નુકશાન કરી રૂ ૧૫,૭૦,૫૦૦ ની ચોરી કરી નાસી ગયા છે મોરબી તાલુકા પોલીસે એટીએમ મશીન તોડી લાખોની ચોરી મામલે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે જે અંગે વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહયા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here