એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત

0
39


કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે જણાવ્યું કે અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષા પરિષદને 11 ક્ષેત્રિય ભાષાઓમાં બીટેકના પાઠ્યપુસ્તકને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ભાષાઓમાં હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, ગુજરાતી, મલયાલમ, બાંગ્લા, આસામ, પંજાબી અને ઉડિયા ભાષા શામેલ છે. ઈસીટીઈને 11 ક્ષેત્રિય ભાષામાં બીટેક પાઠ્યક્રમમાં મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી મોદી મુખ્યધારાના શિક્ષણમાં ક્ષેત્રિય ભાષામાં ઉત્થાન માટે કટિબદ્ધ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અલગ અલગ ક્ષેત્રોમાં આવતા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે મહત્વપૂ્ર્ણ આયામ પર ભાર આપે છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતું કે, એન્જિનિયરીંગ કોલેજોમાં ક્ષેત્રિય ભાષાઓમાં પાઠ્યક્રમ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણયનું સ્વાગત કરવા બદલ માનનીય ઉપરાષ્ટ્રપતિનો આભાર.

The post એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here