ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ વિકેન્ડની રજાઓને માણવા માટે પ્રવાસીઓનું ઘોડાપુર

0
32


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ઝરમરીયો વરસાદ:-ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ વિકેન્ડની રજાઓને માણવા માટે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા….

દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં જુલાઈ મહિનામાં બે સપ્તાહ સુધી વરસાદી માહોલે ઠાગાઠૈયા જ કરતા ખેડૂતોની સ્થિતિ વિકટ બની હતી.પરંતુ હાલમાં બે ત્રણ દિવસથી વરસાદી માહોલે ધીમી ગતિએ વેગ પકડતા ડાંગી ખેડૂતોએ નિરાંત અનુભવી છે.ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ શનિ રવિમાં વિકેન્ડની રજાઓની મઝા માણવા પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા સર્વત્ર સ્થળોએ બખા થઈ જવા પામ્યા હતા.રવિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ બોટનીકલ ગાર્ડન,મહાલ કેમ્પ સાઈટ,ડોન હિલ સ્ટેશન સહિતનાં સ્થળોએ ચિક્કાર ગીર્દીમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને છૂટછાટો મળતા બેખોફ બની ફરતા જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત ગીરાધોધ ખાતે ઝરમરીયા વરસાદી માહોલમાં નાના મોટા વાહનો સાથે અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા સમયાંતરે ટ્રાફિકજામની સ્થિતિ ઉદભવી હતી.પરંતુ સાપુતારા અને વઘઇ પ્રશાસનની ટીમો દ્વારા માર્ગો ઉપર પોલીસ સહિત હોમગાર્ડનાં જવાનોને દિવસભર તૈનાત રાખતા સ્થિતિ કાબુમાં આવી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 09 મિમી,વઘઇ પંથકમાં 12મિમી,સુબિર પંથકમાં 02 મિમી,જ્યારે સાપુતારા પંથકમાં 04 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here