મસ્કા ગામે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા બહેનો માટે બ્યુટી પાર્લર,સીવણ વર્ક,મહેંદી,નેલ આર્ટ,જેવા અનેક ક્લાસિસ ચલાવતી બહેનોને માર્ગદર્શન અપાયું સાથે કોર્ષ પુર્ણ કરી ચૂકેલી બહેનો ને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું

0
32
રિપોર્ટર :- રમેશ મહેશ્વરી

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના મસ્કા ગામે સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ જન શિક્ષણ સંસ્થા અને મસ્કા ગ્રામપંચાયત દ્વારા બહેનો નો પગભર થાય આત્મનિર્ભર બને એમને આજીવિકા મળે એ ભાવ સાથે.

બહેનો માં રહેલા આર્ટ ને યોગ્ય માર્ગ દર્શન મળે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા બહેનો માટે બ્યુટી પાર્લર,સીવણ,વર્ક, મહેંદી,નેલ આર્ટ,જેવા અનેક ક્લાસિસ ચલાવતી બહેનોને માર્ગદર્શન અપાયું સાથે કોર્ષ કરી ચૂકેલી બહેનો ને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

મસ્કા માંડવી બાગ ગુંદિયાલી સહિત ની આજુબાજુ વિસ્તાર ની બહેનો બહોળી સંખ્યા માં જોડાયા હતા.સાથે સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરી સફાઈ નું મહત્વ સમજાવી સ્વચ્છતા જાળવવા ઉપસ્થિત સર્વે લોકો એ સપથ લીધા હતા.

નાયબ મામલતદાર. ગોહિલ સાહેબ, તાલુકા પંચાયતના શિલ્પા બેન,આરોગ્ય વિભાગ ના.જવાહર ભાઈ, તાલુકા પંચાયત ના ગરવા ભાઈ તલાટી,અનિલ પટેલ, ચંદુભાઈ રેખાબેન,સંસ્થા ના સાલમાબેન ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here