આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

0
49


મુંબઈમાં ગઈકાલે રાતે ભારે વરસાદ પડ્યો, જેના કારણે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. આ ઘટનાઓમાં 25 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જળબંબાકારની જેવી સ્થિતિને કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવીત થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બચાવ તેમજ રાહતના કામો શરૂ કર્યા છે.

મધ્ય રેલ્વેમાં ભારે વરસાદને કારણે થોડાક સમય માટે ટ્રેન સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. ઉપરાંત દૂરથી આવતી ટ્રેનોનો પણ માર્ગ બદલી કાઢવામાં આવ્યો છે. પર્વતીય ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને દીવાલ પડી ગઈ જેના કારણે 17 લોકોના મોત થયા હતા.

The post આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here