નાંદોદ ના ખાખરીપરા માં પતિના પ્રેમિકા સાથે સબંધ ઉપરાંત ત્રાસના કારણે પત્નીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

0
28નાંદોદ ના ખાખરીપરા માં પતિના પ્રેમિકા સાથે સબંધ ઉપરાંત ત્રાસના કારણે પત્નીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખાખરીપરા ( ટીમ્બી ) ગામમાં પતિ ને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવથી પત્ની ને ત્રાસ આપતા પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરતા ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર રસીકભાઈ કલમભાઈ વસાવા રહે.ખાખરીપરા એ આપેલી ફરીયાદ મુજબ અશ્વિન ભાઈ ચુનીલાલ વસાવા,રહે. કુમસગામ,તા.નાંદોદ ને તરોપા ગામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી અશ્વિન ભાઈ તેમના પત્ની નીતાબેન ને ત્રાસ આપી પ્રેમિકા ને પત્ની તરીકે રાખવા માંગતો હોવાથી પત્ની સાથે વારંવાર ઝગડો કરી માર મારી શારીરીક માનસિક ત્રાસ આપતો હોય અને તા .૧૪ જુલાઈ ના રોજ પણ નીતાબેન સાથે ઝગડો કરી માર મારી પત્ની નીતાબેન ને તેના પિયરમાં તેના બાળકો સાથે મુકીને જતા રહેતા નીતાબેન એ પતિના કાયમી માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ ગઈ જંતુનાશક ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા આમલેથા પોલીસે પતિ અશ્વિન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here