મહીસાગર જિલ્‍લો કોરોનામુકત સતત અઠ્યાવીસમાં દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં.

0
32




આસીફ શેખ લુણાવાડા

હાલ એક પણ દર્દી સારવાર હેઠળ નથી.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦૬૮૫૨ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા

 

લુણાવાડા ::

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

મહીસાગર જિલ્‍લામાં સતત અઠ્યાવીસમા દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્‍લો કોરોનામુકત રહ્યો છે.

મહીસાગરવાસીઓએ જેમ સતત છેલ્‍લા અઠ્યાવીસ દિવસથી કોરોના સંક્રમણને વધતું અટકાવીને જિલ્‍લાને કોરોનામુકત બનાવવામાં જિલ્‍લા વહીવટીતંત્રને સહયોગ આપ્‍યો છે તેવો જ સહયોગ આગામી સમયમાં આપી જિલ્‍લો કોરોનામુકત રહે અને હવે જિલ્‍લો વેકિસનયુકત બને તે જોવા અપીલ કરવામાં આવી છે.

આમ, જિલ્લામાં કોરોના (COVID 19)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૮-૦૭-૨૦૨૧ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૭૪૯૧ કેસ પોઝીટીવ નોધાયા છે.

હાલ જિલ્‍લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૪૧૮ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે રર વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૫૧ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૭૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૩૦૬૮૫૨ રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here