મોરબી : ધારાસભ્યનું ધક્કાવાળી મેલડીમાંના મંદિરે સાકરતુલાથી સન્માન કરાયું

0
42મોરબી જિલ્લા ભાજપ પ્રેરિત અને રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા આયોજિત મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સાકરતુલાનો કાર્યક્રમ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પ્રખ્યાત મંદિર એવા ધક્કાવાળી મેલડીમાંના મંદિરે યોજાયો હતો. આ તકે અનિલભાઈ મહેતાએ કહ્યું હતું કે ધારાસભ્યના મીઠાશભર્યા સ્વભાવ મુજબ સાકરથી તેમની તુલા કરવામાં આવી છે તે યથાયોગ્ય છે. શ્રી જયરાજસિંહ જાડેજાએ પણ રાજકોટના ધારાસભ્ય દ્વારા કરાયેલ આ સાકરતુલાથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું બહુમાન તો છે જ પરંતુ મોરબી – માળીયા (મીં) ની સમગ્ર પ્રજાજનોનું પણ બહુમાન છે. આ તકે કોટડા સાંગાણી તાલુકા ભાજપના હોદેદારો સહિત લાખાભાઇ સાગઠિયા સાથે અનેક અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. શ્રી મેલડી માં ના મંદિર પાસે ટ્રાફિકને લીધે અકસ્માતનું જોખમ રહેતું હોય સ્પીડ બ્રેકરની માંગણી કરવામાં આવેલી હતી જેને નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા ગ્રાહ્ય રાખવામા આવી હતી. મંદિરના મહંત સહિતના ટ્રસ્ટીઓએ પણ ધારાસભ્યનું સન્માન કર્યું હતું.

આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, યુવા ભાજપની ટીમ, યુવા આઈ.ટી. ની ટીમ, અનુસુચિત જાતિ મોરચાની ટીમ, પ્રદેશ ભાજપના સભ્યશ્રી અનિલભાઈ મહેતા, બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારેઘી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ રબારી, ઠાકોર સમાજના અગ્રણી સુરેશભાઇ શિરોહિયા, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચો બળવંતભાઈ સનાળિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમ્મર, જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, મોરબી જિલ્લા સોશિયલ ટિમના ઇન્ચાર્જશ્રી જતીનભાઇ ફૂલતરિયા, કાઉન્સિલર નીમીશાબેન રાજેશભાઈ ભીમાણી, અગ્રણી રાજેશભાઈ ભીમાણી, વી.સી. પરાના કાઉન્સિલર મનુભાઈ સારેશા, બચુભાઈ અમૃતિયા વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here