આર્ટિસ્ટ એસોસિએશનમાં સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધારતી સમાજસેવિકા રિધ્ધિબેન રાઠોડ

0
64ઝાલાવાડ વિસ્તારમાં ગૌરવવંતી અને કોકિલ કંઠી કલાકાર રિધ્ધિબેન જયદેવકુમાર રાઠોડ કે જેમને પોતાનો કલાપ્રેમ અમર બનાવવા તથા કલા ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાના નિર્ણય સાથે આર્ટિસ્ટ એશોશિએશન ઓફ ગુજરાત રાજ્યના પ્રમુખ ભગુભાઈવાળા અને સંગઠનના તમામ સભ્યો સાથે મળી ગુજરાતના કલાકારોના હિત અર્થે કામ કરવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનના પ્રમુખ બની સંગઠનને પોતાનું સમર્થન આપ્યું છે.

રિધ્ધિબેન એક આદર્શ શિક્ષક,મધુર અવાજ ધરાવતા સિંગર,લેખિકા અને સમાજસેવિકા તરીકે અખબારોમાં હંમેશા છવાયેલા રહે છે.એમનું દરેક કામ અને વિચારો કોઈ એક સમાજ કે વિસ્તાર પૂરતા નથી પણ સામાજિક સ્મરસ્તા પ્રત્યે વિશેષ યોગદાન આપે છે.હાલ તેઓ કેજીબીવી પ્રોજેક્ટ (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય)માં દિકરીઓ સાથે રહી શિક્ષણની સાથે ગાયિકી,યોગ તથા રમત ગમત,નુર્ત્યની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે અને આ દિકરીઓ સાથે રહી એમના જીવન સાથે જોડાયેલી ઘટના અને વાતોનું સંકલન કરી એક પુસ્તક લખી રહ્યા છે ‘હેત ની હેલી ‘LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here