વાતવરણમાં પલટો આવતા રાજપારડી નજીક આવેલ સારસા ડુંગર પર હિલસ્ટેશન જેવો માહોલ 

0
34







વાતવરણમાં પલટો આવતા રાજપારડી નજીક આવેલ સારસા ડુંગર પર હિલસ્ટેશન જેવો માહોલ

 

રાજપારડી માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી કાળઝાળ ગરમી થી રાહત વારતવર્ણ મા ઠંડક પ્રસરી ખેડૂતો મા ખુશી ની લહેર

 

 

ઝઘડિયા પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ પુનઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ આહલાદક બન્યું હતુ

 

 

ઝઘડિયા નગર સહિત રાજપારડી ઉમલ્લા પંથકમાં મેઘરાજાની પુનઃ એક સપ્તાહના વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગયા સપ્તાહમાં મેઘરાજાએ પધરામણી કરતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. ત્યારબાદ વરસાદ ન વરસતા પુનઃ બાફ ઉકળાટથી નગરજનો ત્રસ્ત બન્યા હતા અને મેહુલિયો હેત વરસાવે એવી અપેક્ષા સેવી રહ્યા હતા. ત્યારે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ ઝઘડિયા નગર સહિત પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોથી નગરનું આકાશ છવાઈ ગયું હતું. શીત લહેરો સાથે ગાજવીજ સાથે મેઘાએ ધબડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને પગલે બાફ ઉકળાટથી ત્રસ્ત નગરજનોને ગરમીમાં રાહત મળવા પામી હતી. ઝઘડિયા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા છે…

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here