લુણાવાડાના ઇન્દિરા મેદાન માં વર્ષોથી તૈયાર સ્પોર્ટ્સ સંકુલ આજે ધૂળ ખાય છે

0
31મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં અધતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ સંકૂલ આજે પણ ધૂળ ખાય છે.

 


 

સંતરામપુર ::- અમિન કોઠારી

 

 

 


લુણાવાડાના ઈંદિરા મેદાનમાં છેલ્લા કેટલાય વર્ષથી બનાવેલ અધતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ સંકૂલ આજે પણ ધૂળ ખાય છે ત્યારે લાખો રૂપિયા ખર્ચીને બનાવેલ સ્પોર્ટ સંકૂલ છેલ્લા કેટલાય સમયથી બનીને તૈયાર થયેલ છે ત્યારે હજુ સુધી તેને સ્પોર્ટમાં રસ ધરાવતા બાળકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી બિલ્ડીંગ બને લગભગ ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આ સ્પોર્ટ સંકૂલને લુણાવાડા નગર પાલિકા દ્વારા આજ દિન સુધી ખોલવામાં ન આવતા સ્પોર્ટમાં રશ ધરાવતા તમામ વ્યક્તિઓ રોષે ભરાયા છે ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ઈંદિરા મેદાનમાં બનેલા સ્પોર્ટ સંકુલને પાલિકા ખુલ્લુ ન મુક્તા ક્યાંક ને ક્યાંક નગરમાં પણ રોષજોવા મળી રહ્યો છે.

 

 

 

 

ત્યારે નગરના ઈંદિરા મેદાનમાં પણ ઠેર ઠેર કચરો તેમજ મેદાનનો મુખ્ય દ્વારા પણ કેટલાય સમયથી તૂટેલી હાલતમાં છે ત્યારે અહી સ્ટ્રીટ લાઇટ પણ બંદ છે જેને લઈ કોઈ અનઇચ્નિય બનાવ પણ બની શકે છે ત્યારે મેદાનમાં ઠેર-ઠેર લોકો પેશાબ કરતાં હોય છે જેને લઈ રમતવીરો પાલિકા પ્રત્યે રોષે ભરાયા છે ત્યારે આ બાબતનો યોગ્ય નિકાલ થાય તેવું લુણાવાડાના રમતવીરો ઈચ્છે છે ત્યારે પાલિકા દ્વારા નગરના પડતર પ્રશ્નોનો ચોક્સ નિકાલ કરવામાં આવે તો ખરે-ખરમાં નગરનો વિકાસ થસે. નહીં તો આવા કેટલાય સરકારી ખર્ચે બિલ્ડીંગ બનતા રહેશે અને તે ઉપયોગ ન થવાને લીધે ધૂળ ખશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here