પાવાગઢ ખાતે વરસાદી માહોલમા આલ્હાદક નજારો માણતા પ્રવાસીઓ

0
44પંચમહાલ.હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

વરસાદી માહોલને લઈ પંચમહાલ જિલ્લાનું હિલ સ્ટેશન ગણાતું પાવાગઢ આહલાદક દ્રશ્યો થી ખીલી ઉઠ્યું હતું જેમાં આજે રવિવાર ની રાજાને લઈ ઉમટી પડેલા માઇભક્તો અને પર્યટકો માતાજીના દર્શન ની સાથે સાથે કુદરતી નજારો માણવાની મજા પડી જતા આનંદ નો માહોલ છવાઈ ગયો હતો. વરસેલા વરસાદ ને લઈ પાવાગઢ ડુંગર જાને લીલી ચાદર ઓઢી હોય તેવું આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ 51 શક્તિપીઠ પેકી ની એક શક્તિપીઠ ગણાતી પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની માઁ કાલિકા ના દર્શનાર્થે માતાજીના ભક્તો નવરાત્રિ આઠમ પૂનમ તેમજ શનિ,રવિવાર ની રાજાને દિવસે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે જેમાં આજે રવિવાર ના દિવસે હજારો માઇભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા પરંતુ આજે વરસાડી માહોલને કારણે માતાજી ના ભક્તો તેમજ સહેલાણીઓને માતાજીના દર્શન ની સાથે સાથે કુદરતી નજારો માણવાનો લાહવો મળ્યો હતો.


છેલ્લા ત્રણ રવિવાર થી ભક્તોનો પ્રવાહ પાવાગઢ ખાતે વધતો જતો હોવાથી ભક્તોની સુરક્ષા તેમજ સરકાર ની કોરોનાની ગાઇડલાઈન નું પાલન કરવા પાવાગઢ ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.તળેટી ખાતે પાર્કિગ ની અવ્યવસ્થા ન સર્જાય તેમજ એક સાથે વધુ યાત્રિકો એકત્રિત ન થાય એની તકેદારી પણ રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાંફિક ની સમસ્યા ઉભી ન થાય તે માટે પાવાગઢ જતા વાહનોને હાલોલ ટીબી પાટિયાથી ડાયવરજન વડાટલાવ તરફ થી જવા દેવામાં આવતા હતા તેવીજ રીતે પાવાગઢ ડુંગર પરથી યાત્રિકો નીચે ઉતર્યા બાદ બીજા યાત્રિકો ને ઉપર જવા દેવામાં આવતા હતા. માતાજીના ભક્તોએ માતાજીના ચરણોમાં શિષ નમાવી ધન્યતા અનુભવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here