દાહોદ શહેરમાંથી અને દેવગઢ બારીયા તાલુકામાંથી એમ બે જુદી જુદી જગ્યાએથી બે મોટરસાયકલની ઉઠાંતરી

0
36રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાંથી અને દેવગઢ બારીયા તાલુકામાંથી એમ બે જુદી જુદી જગ્યાએથી બે મોટરસાયકલની ઉઠાંતરી થયાનું જાણવા મળે છે.

ગત તારીખ 1 જુલાઈના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જરોર ગામે રહેતા મુકેશભાઈ તેરસીંગભાઈ ભાભોર દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ ખાતે કોઈ કામ અર્થે આવ્યા હતા અને તેઓએ પોતાની મોટરસાયકલ ઝાયડસ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં લોક મારી વાત કરી હતી. આ મોટર સાયકલને કોઈ અજાણ્યા ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાયકલનું લોક તોડી ચોરી કરી લઇ નાસી જતાં આ સંબંધને મુકેશભાઈ તેરસીંગભાઈ ભાભોરે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટરસાયકલ ચોરીનો બીજો બનાવ દેવગઢ બારિયા તાલુકાના ચોગનીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 12મી જુલાઈના રોજ ચોગનીયા ગામે રહેતા રાજેશભાઈ ચંદુભાઈ લીમ્બાચીયા એ પોતાની મોટરસાયકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાયકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઇ નાસી જતાં આ સંબંધે રાજેશભાઈ ચંદુભાઈ લીમ્બચીયાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here