દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઅઓના મોત

0
33







રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 16મી જુલાઈના રોજ ધાનપુર તાલુકાના જાંબુ ગામે નિશાળ ફળિયામાં રહેતા નવલભાઈ બાબુભાઈ મોહનીયા, ચાર વર્ષ બાળક જીગ્નેશભાઈ અને સરદારભાઈ કાનીયાભાઈ મોહનીયા એમ ત્રણેય જણા એક મોટરસાયકલ પર સવાર થઈ દાહોદ શહેરમાંથી પસાર થતો ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પરથી સાંજના છ વાગ્યા આસપાસ મોટર સાઇકલ પર પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નવલભાઇની મોટરસાયકલને અડફેટમાં લેતા ત્રણેય જણા મોટરસાયકલ પરથી ફંગોળાયા હતા જેને પગલે સરદારભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર દરમિયાન નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સરદારભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે નવલભાઇ તેમજ ૬ વર્ષીય બાળક જીગ્નેશભાઈને પણ શરીર ઓછી વત્તી ઈજાઓ પહોંચતા આ સંબંધે જાંબુ ગામે નિશાળ ફળિયામાં રહેતા અજીતભાઈ કાનીયાભાઈ મોહનીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 17મી જુલાઈના રોજ ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ખજુરીયા ફળિયામાં રહેતા અબજીભાઈ અખમભાઈ ગરાસીયા તથા ગમનભાઈ રાયસીંગભાઈ ડામોર એમ બંને જણા એક મોટરસાયકલ પર સવાર થાય છે ઢઢેલા ગામેથી ઢાળ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક એસટી બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પૂરઝડપે તેમજ કપડાં ભરી રીતે હંકારી લાવી અબજીભાઈની મોટરસાયકલને અડફેટમાં લીધી હતી જેને પગલે અબજીભાઈ અને ગમનભાઈ બંને મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા જેમાં અબજીભાઈને શરીરે તેમજ માથાના ભાગે અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પરજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ગમનભાઈ અને શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી. આ સંબંધ ડુંગર ગામે ખજુરીયા ફળિયામાં રહેતા વિકાસભાઈ અકજીભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here