સંતરામપુરમાં બાળકની પેટમાં હત્યા કરવાનો વિડીયો વાયરલ

0
90  1. સંતરામપુરમાં બાળક ની પેટ માંજ હત્યા કરવાનો વિડીઓ વાયરલ

સંતરામપુર ::- અમિન કોઠારી

 

મહીસાગર જિલ્લા નાં સંતરામપુરમાં મહિલા ના પેટ માં રહેલા બાળક ની હત્યા કરાતી હોવાનો વિડિઓ વાયરલ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.

મહીસાગર જિલ્લા માં નાની ઉમર ધરાવતી યુવતી ના પેટ માં રહેલા બાળક ને પેટ માં જ હત્યા કરી દેવામાં આવી રહી હોવાનો વિડિયો સોશીયલ મિડીયા માં વાયરલ થતાં આ બાબતે વિડિઓ ની તલસ્પર્શી તપાસ માં આરોગ્ય વિભાગ દ્વારા વિડિઓ માં બતાવવામાં આવેલું લોકેશન માં સંતરામપુર નગર માં આવેલ એફ સી આઈ ગોડાઉન પાછળ ના ભાગ માં એક મકાનમાં મહિલા ના પેટ માં રહેલા બાળક ને બહાર આવતા પહેલા જ હત્યા કરી દેવા નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.


મહીસાગર જિલ્લા માં આવેલા સંતરામપુરમાં આવા અનેક જગ્યા એ ગોરખ ધંધા ઓ ની હાટડીઓ ચાલી રહી છે અનેક વાર હોસ્પિટલ ના ડોક્ટરો ઝડપાયા પણ છે પરંતુ ક્યાંક ભીનું સંકેલાતા ડોક્ટરો પરત આવી ને પાછી પોતાની હાટડીઓ ચાલુ કરી દેવા ની લોકોમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે, આ વિડિઓ માં એક નાની ઉમર ની યુવતી ને બેભાન કરી ને પેટ માંથી રહેલા બાળક ની હત્યા કાતર વડે કરતા અંદાજીત ત્રણ થી ચાર મહિલાઓ ભેગી મળીને કરી રહી હોવાનું વિડિઓ માં દેખાઈ રહી છે, અને સંતરામપુર એક મકાન માં ચાલી રહેલા બાળક ની હત્યા નો ગોરખ ધંધા થી માત્ર 100 મીટર દૂર આવેલ પ્રિયલ હોસ્પિટલ ના સ્ટાફ હોવાનું પ્રાથમિક તારણ માં બહાર આવ્યું છે ત્યારે આવી બાળક ની હત્યા નો કારસો કેટલા ટાઈમ થી ચાલી રહયો છે તે એક મોટો સવાલ છે??

 

 

 


હત્યા નો ગોરખ ધંધાની ઉચ્ચ કક્ષા એ થી તપાસ થાય તો એક બાદ એક મોટા માથા બહાર આવે તો નવાઈ નહીં હાલ તો વિડિઓ જોઈ આરોગ્ય અધિકારી એ તપાસ સમિતિ રચી તપાસ કરી ફરી વાર જિલ્લા માં આવું કૃત્ય ના થાય તેવા હેતુ સર યોગ્ય કાર્યવાહી કરી હત્યા નો ગુનો નોંધવા નું જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે ત્યારે કેવા પ્રકાર ની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here