હાલોલ:ખાખરીયા ગામે આવેલી ASAL કંપનીના કામદારોની આર્થિક હાલત કફોડી બની,જાણો કેમ

0
47પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના ખાખરીયા ગામે આવેલી ઓટોમેટીવ સ્ટેપીંગ એન્ડ એસેમ્બલ લિમીટેડમાં ફરજ બજાવતા કર્મચારીઓનેને છુટા કર્યા બાદ કોર્ટમાં કેસ જીતી ગયા પછી પણ કંપની દ્વારા નોકરી ઉપર નહી લેવાતા તેમજ લાભો નહિ આપવામા આવતા હાલત કફોડી બની ગઈ છે.કર્મચારીઓનુ જણાવવુ છે કે ૧૯૯૮થી ૨૦૦૭ સુધી ૧૮૨ જેટલા કામદારો સંળગ નોકરી કરતા હતા.આ કંપનીએ કામદારોને બોનસ,લીવ રજા, ગ્રેજ્યુટી પગાર વગરે સહીતના કોઈ લાભો આપ્યા નથી.અને ૧૧-૬-૨૦૦૭ના રોજ છુટા કરી દેવામા આવ્યા છે.આથી કામદારોએ લેબરકોર્ટમાં કાયમી થવાનો કેસ મુકી દીધો હતો.જે કેસ અમે ૨૦૧૫માં જીતેલા છે.કોર્ટે કંપનીમા લેવા તથા ૨૦ ટકા પગાર આપવા આર્ડર કરેલ છે.તેથી કંપની હાઈકોર્ટમા ગઈ તેમજ કામદારો પણ હાઈકોર્ટમા ગયા હતા.૨૦૧૮મા અમે હાઈકોર્ટમાં કેસ જીતી ગયા હતા.કામદારોને કંપની માં લેવામા આવ્યા નથી તેના કારણે કામદારોની હાલત પરિસ્થિતી કફોડી બની ગઈ છે.અને હીસાબ ચુકતે કરવામા આવ્યો નથી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here