નેત્રંગ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે યોગી મહિલા કેન્દ્ર દ્વારા સાડી વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

0
47 

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ તાલુકામાં આવેલ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ તા.૧૮-૦૭-૨૦૨૧ ના રોજ યોગી મહિલા કેન્દ્ર દ્વારા તાલુકાની બહેનો ને સાડી વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૨૦૦ મહિલાઓને સાડી વિતરણ કરીને વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે.

સાથે ભક્તિધામ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના સામે બાળકોમાં કોરોના સંક્રમણની અટકાયત તથા વેકસીનેસન જાગૃતિ અભિયાન અંતર્ગત હરિધામ સોખડાથી પધારેલ યોગી મહિલા કેન્દ્ર ના સુવાશબેન, શુક્મણિબેન અને સોહ્રાડબેને હાજરી આપી હતી. અને દરેક લોકો વેકસીનેસન કરાવે એ માટે અપીલ કરી હતી. કોરોનાને ડામવા માટે વેકસીનેસન જ એક ઉપાય છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા,નેત્રંગ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ,નેત્રંગ ગ્રામપંચાયત ના મહિલા સરપંચ સીમાબેન બાલુભાઈ વસાવા, વાલિયા તાલુકા પંચાયત ના પ્રમુખ સેવનતુંભાઈ વકીલ બાર એસોસિએશન તાલુકાના પ્રમુખ સ્નેહલકુમાર પટેલ સહિત અન્ય ઘણા હરિભક્તો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here