બહેચરપુરા શાળામાં SMC સભ્યો અને વાલી મિત્રોની એક બેઠક યોજાઇ

0
34અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
સ્કૂલ ઓફ ઍક્સેલન્સ અંતર્ગત શામળાજી પાસેની બહેચરપુરા શાળામાં ભિલોડા તાલુકાના ટી પી ઇ ઓ નૈનેશભાઈ ડામોરની અધ્યક્ષતામાં એક વાલી સંમેલન કરવામાં આવ્યું.જેમાં ડામોર સાહેબ દ્વારા શાળામાં હવે સ્કૂલ ઓફ ઍક્સેલન્સ અંતર્ગત કઈ પ્રવૃત્તિ થવાની છે તથા તેમાં વાલી મિત્રો કઇ રીતે સહકાર આપી શકે તે જણાવી શેરી શાળામાં પોતાના બાળકોને નિયમિત મોકલવા અનુરોધ કર્યો હતો.કેળવણી નિરીક્ષક હિતેશભાઈ એ માર્ગદર્શન આપ્યું.શાળાના આચાર્ય જિજ્ઞાબેન દ્વારા સ્કૂલ ઓફ ઍક્સેલન્સ પ્રોજેક્ટની વાલી મિત્રોને સમજ આપવામાં આવી.હાલ જે ભૌતિક સુવિધા છે તેના કરતાં પણ વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.બાળકો ભવિષ્ય માં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી શકે તે રીતે શિક્ષણમાં નાવીન્યકરણ કરવામાં આવશે અને એ અંતર્ગત હાલ શાળાના આચાર્ય દ્વારા દરોજ 6 થી 8 ના બાળકો માટે એક ક્લાસ લેવામાં આવે છે તેમાં બાળકોને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાવવા આગ્રહ કર્યો હતો.વારંવાર શાળાની મુલાકાલ લઈ પોતાના બાળકોની પ્રગતિ જાણવા જણાવ્યું હતું.વાલી મિત્રોના અભિપ્રાય લેવામાં આવ્યા.સી આર સી વિનોદભાઈએ માર્ગદર્શન આપ્યું.અને શાળાની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.સૌ વલિમિત્રોનો આભાર માનવમા આવ્યો.આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here