મોરબી ખાતે હેરસ્ટાઇલ અને મેકઅપના અંગે સેમિનાર યોજાયો

0
21મોરબી ખાતે તારીખ ૧૮ જુલાઈ ના રોજ લોહાણા વિદ્યાર્થી ભુવનમાં શ્રી અપના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભારત બ્યુટીપાર્લર દ્વારા નારી સન્માન અને બ્યુટીપાર્લર ના વ્યવસાય સાથે સંકળાયેલ તથા સૌંદર્ય પ્રેમી બહેનો માટે એક દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સેમિનાર માં વિખ્યાત  આર્ટિસ્ટ કાજલ ગીનોયા અને તેમની ટિમ દ્વારા હેરસ્ટાઇલ અને મેકઅપના આધુનિક સિસ્ટમ અને નવીનતમ રીતો ની વિસ્તૃત તાલીમ પ્રેક્ટિકલી ડેમો સહિત આપવામાં આવી હતી અને રેમ્પવોક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે નગરપાલિકા મોરબી ના પ્રમુખ શ્રીમતી કુસુમબેન પરમાર, બાળવિકાસ યોજના અધિકારી ભાવનાબહેન, તથા સુપરવાઈઝર બહેનો,  અભ્યમ ૧૮૧ ટિમ, નગરપાલિકા એનયુએલએમ વિભાગ ના પ્રતિનિધિઓ વગેરે એ ઉપસ્થિત રહી આયોજકો અને સહભાગીઓ ના ઉસ્તાહ માં વધારો કર્યો હતો આ તકે ઉપસ્થિત મહેમાનો અને વિશિષ્ટ આવડત ધરાવતા બહેનોને શિલ્ડ અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક ને ફ્રી ભેટ પણ આપવામાં આવી હતી આ સેમિનારમાં બહોળી સંખ્યા માં બહેનો એ લાભ લીધો હતો ટ્રસ્ટ ના હિમતભાઈ ભદ્રા, નીરવભાઈ, ઊર્મિલાબહેન, પરેશભાઈ  વગેરે  આયોજકો દ્વારા ખાસ જહેમત ઉઠાવી ને સેમિનાર ને સફળ બનાવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here