રવાપર સી.આર.સી.કોઓર્ડિનેટરનો વિદાયમાન અને સ્વાગત સન્માન સમારોહ યોજાયો

0
27રવાપર કલસ્ટરના સી.આર.સી.કો ઓર્ડિનેટર શ્રી સંદીપ બી.આદ્રોજા ની (પૂર્વ બી.આર.સી.સી.મોરબી અને પ્રમુખશ્રી મોરબી તાલુકા ગ્રામ્ય પ્રા.શિ. સંઘ) માગણીથી મોરબીની તા.શા.નં.1 ના સી.આર.સી.કો.ઓ.તરીકે નિયુક્તિ થતા શ્રી રવાપર ક્લસ્ટર શિક્ષક પરિવાર દ્વારા સંદીપ બી.આદ્રોજાનો વિદાયમાન સન્માન અને રવાપર કલસ્ટરના નવા નિમાયેલ સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી ભરતભાઈ મોઢવાડીયાનો સ્વાગત સન્માન સમારોહ રવાપર તાલુકા શાળા ખાતે ક્લસ્ટરના તમામ શિક્ષકોની હાજરીમાં

યોજાયો.સમારોહની શરૂઆત મૌન પ્રાર્થના સને સમૂહ પ્રાર્થનાથી થઈ.અદેપર શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ કૈલા દ્વારા શાબ્દિક સ્વાગત થયું.કલસ્ટરના સિનિયર શિક્ષક અને શિક્ષક સહકારી મંડળીના કારોબારી સભ્ય શ્રી મગનભાઈ અંબાણી તેમજ મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ અને તેજાણી વાડી પ્રા.શાળાના આચાર્યશ્રી જયેશભાઈ એમ.કલોલાએ પોતાના ભાવ પ્રતિભાવ પ્રસ્તુત કર્યા.કલસ્ટરના સૌ શિક્ષકો વતી વિદાયમાન લેતા તેમજ નવનિયુક્ત સી. આર.સી.કો.ઓર્ડિ.ને શાલ,બુકે અને વિશિષ્ટ મોમેન્ટો અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા.આ સમારોહમાં નવનિયુક્ત સી.આર.સી.કો.ઓર્ડિ.શ્રી ભરત મોઢવાડિયાએ સૌએ સહિયારા પ્રયત્નોથી શૈક્ષણિક વિકાસ માટેની પહેલ કરી.વિદાયમાન થતા સી.આર.સી.કો.ઓર્ડિ.શ્રી સંદીપ બી.આદ્રોજાએ કલસ્ટરના સૌ શિક્ષક ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરી રવાપર ટીમ પ્રત્યેના તેમના અનુભવો પ્રસ્તુત કર્યા .તેમના તરફથી ક્લસ્ટરની તમામ શાળાઓને કષ્ટભંજન દેવની તસવીર અર્પિત કરવામાં આવી.લખધીરનગર પ્રા.શાળાના મુખ્યશિક્ષકશ્રી રાવતભાઈ કાનગડે આભાર દર્શન પ્રસ્તુત કર્યું.સમારોહના અંતે વિદાયમાન થતા સી.આર.સી.કો.ઓર્ડિ.સંદીપ બી.આદ્રોજા તરફથી સૌ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી.સમારોહનું સફળ સંચાલન શ્રી ઘુનડા (સ.) પ્રા.શાળાના શિક્ષકશ્રી શૈલેષ એ.ઝાલરીયા દ્વારા થયું.રવાપર તાલુકા શાળાના મુખ્યશિક્ષકશ્રી હિરેન એન.ધોરીયાણી અને તેમના સ્ટાફ પરિવાર દ્વારા સમારોહ માટેની ઉચિત સુચારુ વ્યવસ્થા કરવામાં આવી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here