ડાંગ: કાહડોંળઘોડી ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા મોંત

0
29ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં કાહડોંળઘોડી ફાટક પાસે કોઈક અજાણ્યા વાહનચાલકે મરાઠી યુવકોની મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાઇકલ ચાલકનું ગંભીર ઈજાઓનાં પગલે કમકમાટીભર્યું મોત નિપજતા અકસ્માત સર્જાયો હતો..

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં બેતાના. તા.કળવણનાં યુવાનો ડાંગ જિલ્લાનાં બોરખલ નજીક આવેલ નળદાનાં દેવસ્થાનકથી દર્શન કરી તેઓની મોટરસાઈકલ ઉપર સવાર થઈ પરત વતન જવા નીકળ્યા હતા.તે અરસામાં આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં કાહડોંળઘોડી ફાટક નજીકનાં વળાંકમાં કોઈક અજાણ્યા વાહન ચાલકે આ મોટરસાઇકલ સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી અજાણ્યો વાહનચાલક મરાઠી યુવાનોની મોટરસાયકલને ટક્કર મારી નાસી ગયો હતો.અહી સ્થળ ઉપર મોટરસાયકલ ચાલક નામે ભીમસિંગ અમરસિંગ પવાર.ઉ.18ને ગંભીર ઈજાઓ પોહચતા તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરંતુ મોટરસાયકલ ચાલક નામે ભીમસિંગ પવારે ગંભીર ઈજાઓનાં પગલે અર્ધે માર્ગમાં જ પોતાનો અંતિમ શ્વાસ છોડી દેતા તેનું મોત નીપજ્યુ હતુ. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…

તસ્વીર- પ્રતિકાત્મકLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here