ધ્રાંગધ્રા ના જશાપર ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત નો કાર્યક્રમ યોજાયો

0
42
રિપોર્ટ: મેહુલ પટેલ (રજનીશ નારીયાણી )

આજે સાંજે ધ્રાંગધ્રા તાલુકા ના જશાપર ગામ ખાતે આપ દ્વારા જનસંવેદના મુલાકાત નો કાર્યક્રમ નું આયોજન થયું હતું

જશાપર ગામ ખાતે કાર્યક્રમ મા મોટી સંખ્યામાં જશાપર ગામલોકો, આજુબાજુ ગામ નારીચાણા, બાવળી, ગાજણવાવ, ભેચડા, ધ્રાંગધ્રા ના ખેડૂતો, લોકો મોટી જનભેદી મા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ગોપાલભાઈ ઈટાલિયા,રાજુદાન ગઢવી, વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં  દિલ્હી સરકાર જે દિલ્હી મા કામો કરી રહી છે જેવાં કે 200 યુનિટ વીજળી, બસ ભાડું, સરકારી કાગળો ના કામો વગેરે બાબતો જણાવી હતી અને જે અત્યાર ખેડૂતો ને જે ગુજરાત મા પડી રહેલી મુશ્કેલી જેવી કે ડીઝલ ના ભાવો મા વધારો, મોંઘાં બિયારણ, દવા. ખેડૂતો ના વસ્તુ ના નીચા મળતા ભાવો, વીજળી, નર્મદા ના પાણી થી વંચિત વગેરે વાતો કરી દાવા સાથે કેહવા મા આવ્યું કે   આમ આદમી પાર્ટી ગુજરાત મા જીતશે તો આ બધા પ્રશ્નો નું નિરાકરણ લાવશે

જોવાનું હવે એ રહ્યું કે સાચે આમ આદમી પાર્ટી કામ કરશે કે ચૂંટણી લડવા માટે દાવા કરે છે એ તો સમય જ બતાવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here