ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં ભાજપના સુનિલ પટેલે સતત ત્રીજી વખત જીત મેળવી

0
39ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં ભાજપના સુનિલ પટેલે સતત ત્રીજી વખત જીત મેળવી

બોક્સ : નર્મદા જિલ્લાના અને સહકારી આગેવાન શિલ્પી ગણાતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલના ખાસ મિત્ર ની હાર

રાજપીપળા : જુનેદ ખત્રી

ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેન્ક નાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની ચુંટણી માં કુલ ૨૧ સીટ બિનહરીફ થયાં બાદ બે બેઠકો ઉપર રસાકસી વાળી ચૂંટણી યોજાઇ હતી તેમાં ભાજપના બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો એમાં નર્મદા જિલ્લાના અને સહકારી આગેવાનના શિલ્પી ગણાતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલના ખાસ મિત્રની હાર , પટેલ સમાજમા એક મોટું નામ ધરાવતો અને રાજપીપળાની જુથ ૧૧ ની બેઠક માટે નર્મદા જિલ્લા ભાજપનાં યુવા આગેવાન અને ગુજકોમાસોલ નાં ડિરેક્ટર સુનિલભાઇ પટેલે સતત ત્રીજી વાર જીત મેળવી હતી આમ આ ચૂંટણીમાં નર્મદા જિલ્લા નાં મતદારોએ સુનિલભાઇ પટેલ ને સતત ત્રીજી વાર જીત અપાવી હતી અને નર્મદા જિલ્લા ભાજપ બે જૂથોમા વહેચાય એવી લોક ચર્ચા છે અને આવનાર સમય મા હવે શું આ બે વચ્ચે તાલમેલ રહેશે કે પછી ભાજપ ને મોટું નુક્સાન ભોગવવાનો વારો આવશે આવી લોક ચર્ચા નો વિષય બન્યો છે…!!?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here