ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૨૯ મી.મી. જેટલો વરસાદ નોંધાયો :

0
76
ડાંગ:- મદન વૈષ્ણવ

વનાચ્છાદિત ડાંગ જિલ્લામા આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૨૯.૩૩ મી.મી. જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે.

ડાંગ: પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઇ ખાતે ૪૫ મી.મી., અને સુબિર તાલુકામા ૯ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.

આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૪૯૦ મી.મી., વઘઇ નો ૪૫૭ મી.મી., અને સુબિર તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૫૮ મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૬૮.૩૩ મી.મી. નોંધાવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here