ડાંગ જિલ્લાનાં સ્ટેપ ઓફ ઇન્સ્પ્રેશનનાં યુવાનોએ જરૂરિયાતમંદ બાળકોને નોટ બુકનું વિતરણ કર્યું

0
27ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સ્ટેપ ઓફ ઇન્સ્પ્રેશનનાં યુવાનોએ સ્વ ખર્ચે જરૂરિયાતમંદ બાળકોને નોટ બુકનું વિતરણ કર્યું હતુ.આ ગ્રુપ દ્વારા વઘઇ તથા આહવા તાલુકાનાં ચિખલદા, ચીખલી,મૂરંબી,ચિરાપાડા, ભૂરાપાણી,અને જોગબારી ગામમાં બાળકોને નોટબુક વિતરણ કરી હતી..

પ્રાપ્ત વિગતો અનુસાર આદિવાસી વિસ્તાર ડાંગમાં શાળામાં ભણતા બાળકો કે જેમણે શિક્ષણની ભૂખ હોય છે. જે જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણ મેળવવા અમુક વસ્તુની જરૂર પડતી હોય છે,એ ધ્યાનમાં રાખી આદિવાસી યુવક મંડળ,SOI (Step of inspiration) માંડવીનાં યુથ લીડરો,અને ડાંગનાં યુથ લીડરો દ્વારા નોટબુક અને પેન્સિલ વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ યુવાનો દ્વારા સ્વ ખર્ચે બાળકોની જરૂરિયાત પૂરી પાડી હતી.ચિખલદા,ચીખલી,મૂરંબી, ચિરાપાડા,ભૂરાપાણી,જોગબારી જેવા ગામોમાં નોટબુકનું વિતરણ કર્યું હતુ.આ દરેક ગામના અગ્રણીઓનાં હસ્તે અને યુથનાં સભ્યોનાં હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સ્થાનિક યુવા નેતા સંતોષભાઈ ભુસારા તથા આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળાબેન એચ.રાઉત ઉપસ્થિત રહયા હતા. તેમજ માંડવી SOI ગૃપનાં લિડર પ્રકાશભાઈ ચૌધરી અને તેમની ટીમ અને આ SOI(step of inspiration) ગૃપ સાથે સંકળાઈને કામ કરતી ડાંગનાં ટીમના લીડર નિતીનભાઇ રાઉત તેમજ અજયભાઈ ગાવિત તથા તેઓની ટીમ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here