15 મુ નાણા પંચ ના આયોજન મા ભેદ ભાવ

0
19નર્મદા જિલ્લામા ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં 15 મુ નાણાપંચ યોજનાના આયોજનમા ભેદ ભાવ.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા પંચાયત ખાતે 15 મુ નાણાપંચના આયોજન ના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો તેમજ જિલ્લા પ્રમુખ હરેશભાઇ વાળંદ સહિત જે ગામો વિકાસથી વંચિત છે ત્યાંના કાર્યકરો સાથે ગરુડેશ્વર તાલુકા પંચાયત ખાતે ધરણા મા જોડાયા.

 

ગરુડેશ્વર તાલુકા પંચાયત વિપક્ષ નેતા દક્ષાબેન તડવી નો આરોપ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લીધે નર્મદા જિલ્લો દેશ અને દુનિયામાં જેનું નામ છે તે નર્મદા જિલ્લામાં સત્તા પક્ષ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ ની વાતો ખાલી કાગળ ઉપર જ છે. છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમા bjp સત્તામાં છે છતાં ગરુડેશ્વર તાલુકાનું, ઉંડાણ નું જાંબલી ગામ હજુ સુધી વિકાસથી વંચિત છે.

કેવડીયાકોલોની
રિપોર્ટ – અનિશા ખાન બલુચીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here