કોરોનાના લીધે રાજ્યમાં 87 હજાર GSTના રજિસ્ટ્રેશન થયાં રદ

0
42કોરોનાના કહેરને પરિણામે ધંધા તૂટી પડતા ગુજરાતમાં 2020-21ના નાણાંકીય વર્ષમાં 61064 અને 2021ના એપ્રિલથી 15મી જુલાઈ 2021 સુધીમાં 26671 વેપારીઓએ તેમના રજિસ્ટ્રેશન રદ કરાવી દીધા છે. બીજી તરફ સમગ્ર દેશમાં  કોરોનાની અસર હેઠળ 16,16,628 વેપારીઓએ તેમના જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવ્યા છે.

ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓની સંખ્યા 15મી જુલાઈ 2021ના દિન સુધીમાં 10.73 લાખ પર આવી ગઈ છે. તેમાં 1.55 લાખ જેટલા નવા રજિસ્ટ્રેશનનો પણ સમાવેશ થાય છે.

રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ આપવામાં આવેલી માહિતી મુજબ કોરોનાના કાળમાં વેપાર ન ચાલતા હોવાથી તેમના રિટર્ન ફાઈલ ન કરી શકેલા 8,20, 481 વેપારીઓના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નંબર કેન્સલ કરી દેવામાં આવ્યા છે. તેની સામે 7,34,405 વેપારીઓએ તેમના જીએસટી નંબર સરેન્ડર કરાવી દીધા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here