હાલોલ:-૧૨૦ યુવાનો આત્મનિર્ભર બને તે હેતુથી તાલીમ આપવામા આવી.

0
49
પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ તાલુકા પંથક સહિત કાલોલ તાલુકાના 108 જેટલા યુવાનોને હાલોલ સ્થિત સીએટ ટાયર્સ,કે.ઇ.અને રાયડેમ લિમિટેડ કંપનીના સંયુક્ત ઉપક્રમે આરપીજી ફાઉન્ડેશન, લોક ભારતી, આલ્ફા સ્કિલ્સ ડેવલપમેન્ટ અને મહિલા વિકાસ મંડળના સંયુક્ત પ્રયત્નોથી ઇલેક્ટ્રિશિયન કાર્યમાં અનુભવી અને બિન-અનુભવી ઇલેક્ટ્રિશિયનને 30 દિવસની ઓનલાઇન અને ઓફલાઇન સહાય માટે હાલોલ ખાતે 120 યુવાનોને તાલીમ આપવામાં આવી છે.જેમાં સમીરભાઇ સોડાવાલા અને ફારૂકભાઇ બાગવાલાની આગેવાની હેઠળ તેનું આયોજન કરાયું હતું.

સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં સીએટ ટાયર્સ વતિ અંકીતાબેન પ્રજાપતિ અને કાજલબેન.કેઇસી તરફથી વલીઅપ્પન(અસીસ્ટન્ટ મેનેજર કેઇસી,અજીતભાઇ એચઆર મેનેજર કેઇસી,ભીમરાજભાઇ સેફટી મેનેજર,હેમલભાઇ પટેલ, પાર્થ મજુમદાર,મહિલા વિકાસ મંડળનાં સેક્રેટરી યાસ્મીનબેન શેખે હાજરી આપીને તમામ તાલીમાર્થીને પ્રેરણાત્મક શબ્દોની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here