મોડાસા:તમારા બાપ દાદાને ઘર આગળથી નીકળવાનો અધિકાર નતો હવે નીકળવા દઈએ છીએ તો બાઈક લઈ રોફ થી નહીં નીકળવાનું

0
76અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

સમગ્ર દેશમાં આઝાદીના ૭ દાયકા પછી પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો સતત અસ્પૃશ્યતો ભોગ બની રહ્યા છે.અરવલ્લી જીલ્લામાં છેલ્લા ઘણા સમય થી જાતિગત ભેદભાવ ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોડાસા તાલુકાના રખીયાલ ગામે એસટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યુવકને ગામના જ એક શખ્સે મારી બાજુમાંથી તું સ્પીડમાં બાઈક લઈને કેમ નીકળ્યો હતો કહી ઉશ્કેરાઈ જઈ જાતીવિષયક અપમાન જનક શબ્દનો ઉપયોગ કરી હડધૂત કરતા ભારે ચકચાર મચી હતી એસટી ડ્રાઇવર યુવકે રૂરલ પોલીસ સ્ટેશનમાં મુકેશસિંહ એમાજી મકવાણા નામના શખ્સ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાવતા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસાના રખીયાલ ગામના અને વલસાડ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો મહેન્દ્રકુમાર કુબાભાઈ વણકર નામનો યુવક શનિવારે તેના મોટા ભાઈના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં મુકેશસિંહ મકવાણા નામના શખ્સે અટકાવી ઉશ્કેરાઈ જઈ મહેન્દ્ર વણકરને કાલે સાંજે કેમ મારી નજીકથી બાઈક સ્પીડમાં લઇ નીકળ્યો હતો કહી જાતિ વિષયક અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી તમારા બાપ-દાદાઓને અમારા ઘર આગળથી નીકળવા દેતા ન હતા તમને નીકળવા દઈએ છે તો રોફ થી નહિ નીકળવાનું હવેથી મારા ઘર આગળથી બાઈક દોરીને નીકળવાનું અને આગળ જઈ બાઈક ચાલુ કરવાનું કહી હવેથી ધ્યાન રાખજે કહેતા અનુ.જાતિ સમાજનો યુવક સમસમી ઉઠ્યો હતો અને જાતીગત માનસીકતા થી પીડાતા શખ્સને કાયદાના પાઠ ભણવાનું નક્કી કરી અન્ય કોઈ સમાજનો વ્યક્તિ અપમાનીત ન થાય તે માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
મોડાસા રૂરલ પોલીસે મહેન્દ્રકુમાર કુબાભાઈ વણકરની ફરિયાદના આધારે મુકેશસિંહ એમાજી મકવાણા (રહે,રખીયાલ) નામના શખ્સ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here