મસ્કા ગામે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સંભવિત કચ્છ નું પ્રથમ બાલિકા પંચાયત ગૃહ ફાળવાયું

0
39રિપોર્ટર :- રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- કેન્દ્ર અને રાજ્ય સરકાર ના મહિલા સશક્તિકણ ના સૂત્ર ને સાર્થક કરવા જઈ રહી છે મસ્કા ગ્રામપંચાયત.

મહીલા સશક્તિકરણ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ કચેરી બેટી બચાવો બેટી પઢાઓ સેલ ના અવનીબેન રાવલ અને શિલ્પાબેન નાથાણી ના સહયોગ થી બાલિકા પંચાયત ની મસ્કા ગ્રામ પંચાયત ના સક્રિય સરપંચ કિર્તીભાઇ ગોર દ્વારા બાલિકા પંચાયત ની રચના કરવા માં આવી છે જેમાં ૧૧ વોર્ડ ના સભ્યો એક સરપંચ પસંદ કરશે ચૂંટણી પ્રક્રિયા બાલિકાઓ ને સમજાવવા માં આવી છે પણ સર્વાનુમતે સિલેકસન દ્વારા આ કાર્યવાહી કારમાં આવશે ત્યારે બાલિકા પંચાયત માટે અલગ થી દર મહિને બાલિકા પંચાયતની મિટિંગ કરવાં માં આવશે આ મંડળ ધ્વારા ગામ ની દરેક 15 થી 20 વર્ષ ની બાલિકા નો ગ્રૂપ બનાવી સમાવેશ કરવા માં આવશે જેની મુખ્ય પ્રવુતિ શિક્ષણ,આરોગ્ય,પોષણ,રમત ગમત,વૃક્ષા રોપણ સફાઈ જળ સંગ્રહ,મહીલા સશક્તિકરણ,મતદાન જાગૃતિ, કારકિર્દી માર્ગદર્શન,કન્યા કેળવણી,તેમજ સરકારની વિવિધ યોજનાઓ મહીલા ઓ સુઘી પોહોચાડવા સક્રીય ભૂમિકા ભજવસે સાથે બાલિકાઓ માં નેતૃત્વ શક્તિ પણ ખીલી ઉઠશે યુવતીઓ ને પ્રોત્સાહન મળશે આ નવતર પહેલ ને ખુબ આવકાર મળી રહ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here